Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જામનગરની પરિણીતાને મારી નાખવાની ધમકી

રાજકોટના સાસરીયા સામે રાવઃ જુગારમાં છ મહિલા સહિત ૨૧ ઝડપાયા

જામનગર, તા.૭: અહીં મહિલા પોલીસ સ્ટેશનમાં પાયલ નિખીલભાઈ રામાનુજ, ઉ.વ.રર, રે. બ્લોક નં.૩ર, નારાયણનગર, ગુલાબનગર સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  લગ્નના એક વર્ર્ષ પછી આરોપીઓ પતિ– નિખીલ કમલેશભાઈ રામાનુજ, સસરા– કમલેશભાઈ કનૈયાભાઈ રામાનુજ, સાસુ –નીતાબેન કમલેશભાઈ રામાનુજ, દિયર– રૂત્વીક કમલેશભાઈ રામાનુજ, રે. રાજકોટ વાળા એ ફરીયાદી પાયલબેનને લગ્ન જીવન દરમ્યાન નાની નાની વાતોમાં ફરીયાદીનો વાંક કાઢી અને ફરીયાદી પાયલબેનને તેના માવતરના ઘરે જવાની ના પાડી ફરીયાદી પાયલબેનના પતિ નિખીલભાઈ તથા સાસુ નીતાબેન તથા સસરા કમલેશભાઈ તથા દીયર રૂત્વીકે ઝઘડો કરી ગાળો કાઢી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

શેઠવડાળા સીમમાંથી દારૂ ઝડપાયો : આરોપી ફરાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, શેઠવડાળા સીમ વિસ્તારમાં અમીતભાઈ રમેશભાઈ લાલકીયા  વાડીમાં ઈંગ્લીશ દારૂ ૩પ૦ એમ.એલ. કિંમત રૂ.રપ૦/– નો રાખી કુલ મુદામાલ રૂ.રપ૦/– નો રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી અમીતભાઈ રમેશભાઈ લાલકીયા ફરાર થઈ ગયેલ છે.

દારૂની બે બોટલ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. સુર્યરાજસિંહ કાળુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, માધુપુર ગામે ગણપતભાઈ નાગજીભાઈ ભટી, રે. માધુપુર ગામવાળો બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/નો રાખી ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેઘરાજસિંહ જયદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તાલુકા પંચાયતની પાછળ, આંબલી ફળીયા, જામજોધપુરમાં આરોપીઓ નયનભાઈ ભાવીનભાઈ જાદવ, જયેશભાઈ ઉર્ફે મુનો જમનાદાસભાઈ ગોંડલીયા, રાજેશ ઉર્ફે રઘો ગીરધરભાઈ કાંજીયા, અમીતભાઈ ભગવાનજીભાઈ વરાણીયા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમયાન કુલ રોકડા રૂ.૩પ૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બાવીસ કોટડા ગામના પાટીયા છ બોટલ સાથે શખ્સ ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, બાવીસ કોટડા ગામના પાટીયા પાસે આરીફભાઈ હનિફભાઈ નોતીયાર, રે. જામનગરવાળા બોટલ નંગ–૬, કિંમત રૂ.૩૦૦૦/– તથા એક વીવો કંપનીનો વી–ર૦ મોબાઈલ જેની કિંમત રૂ.પ૦૦૦/– ગણી તથા બજાજ કંપનીની વિકાતગાડી જેના રજી.નં.જી.જે.–રપ–એન–૬૯૧૧ જેની કિંમત રૂ.રપ૦૦૦/– કુલ મુદમાલ ની કિંમત રૂ.૩૩૦૦૦/– મળી ઝડપાઈ ગયેલ છે.

એકી બેકીનો જુગાર રમતા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, મોહનગર આવાસ બિલ્ડીંગ નં.–ર ની બાજુમાં કુલદીપ પ્રફુલભાઈ કુંભારાણા, નઝીરભાઈ બોદુભાઈ જોખીયા, જામનગરવાળા નોટોના નંબર ઉપર એક બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરી જુગાર રમતા રૂ.૧૮૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સોલેરીયમ પંચનાથ એપાર્ટમેન્ટમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  સોલેરીયમ, પંચનાથ એપાર્ટમેન્ટ પાસે, આરોપી હંસાબેન મનસુખભાઈ પરમાનંદભાઈ ગઢીયા, હસુમતીબેન હસમુખભાઈ પરસોતમભાઈ ધ્રુવ, સતીબેન માલદેભાઈ કેશુરભાઈ ચાવડા, જમનાબેન હંસરાજભાઈ સવજીભાઈ ખીચડા, સંતોકબેન રમેશભાઈ અરજણભાઈ કડેધીયા, બુધીબેન કરશનભાઈ ભોજાભાઈ મારીયા, ગોળકુંડાળુ વળી બેસી હારજીત કરી રૂ.૧૩,૭૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જવનશીલ પર્દાથ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રાજેશભાઈ દુર્લભજીભાઈ વેગડ એ ફરીયાદ નોંધાવી છે કે, નદીના પટમાં જાહેરમાં ગજેન્દ્રસિંહ શાંતુભા ઝાલા, જવલનશીલ ડીઝલ જેવું પ્રવાહી બળતણનું વેચાણ કરવાના ઈરાદે હેરાફેરી કરી ડીઝલ જેવું પ્રવાહી બળતણ કુલ ૩૦૦ લીટર કિંમત રૂ.૧૯,પ૦૦/નો અનઅધિકૃત રીતે રાખી વેચાણ કરી ફાયર સેફટીના સાધનો નહીં રાખી ગંભીર બેદરકારી દાખવી ડીઝલ જેવું પ્રવાહી બળતણ વાપરી વાતાવરણને પ્રદુષીત કરી મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, રોજી પેટ્રોલ પંપ પાસે, જાહેર રોડ ઉપર કીરીટભાઈ મનસુખભાઈ વોરા, શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/ની રાખી ઝડપાઈ ગયેલ છે.

સિઘ્ધાર્થનગરમાં જુગારઃ ચાર મહિલા સહિત સાત ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સિઘ્ધનાર્થનગર શેરી નં.૪ના છેડે, હસમુખભાઈ ધનભાઈ બગડા, સુરેશભાઈ રાજેશભાઈ ખરા, વિનોદભાઈ લાલજીભાઈ પરમાર, મધુબેન સોમાભાઈ વાઘેલા, રમીલાબેન ડાયાભાઈ શેખવા, સોનલબેન ધનાભાઈ બગડા, સવીતાબેન ધનાભાઈ બગડા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા કુલ રૂ.ર,૬૧૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.(૨૩.૧૩)

(1:06 pm IST)