Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

દેવભુમી દ્વારકા જીલ્લા ભાજપના હોદેદારો વર્ચ્યુઅર બેઠકમાં જોડાયા

મીઠાપુરઃ ભાજપ દ્વારા મીડિયા વિભાગની સૌરાષ્ટ્ર ઝોનની એક વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. કે જેમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મુખ્ય કન્વીનર શ્રી યોગેશભાઇ દવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ વેબિનાર મીટીંગનું સંચાલન ઇન્ચાર્જ મીડિયા કન્વીનર સૌરાષ્ટ્ર ઝોનના સુરેશભાઇ માંગુકીયા દ્વારા કરવામાં આવ્યુ હતું અને સાથે સાથે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના તમામ જીલ્લા અને મહાનગરના મીડિયા કન્વીનર, સહ કન્વીનર તથા મંડળ કક્ષાના કન્વીનર અને સહકન્વીનર જોડાયા હતા. દેવભૂમિ દ્વારકા જીલ્લાના કન્વીનર ઇન્દ્રજીત પરમાર, સહકન્વીનર દિવ્યેશભાઇ જટણીયા તથા સહકન્વીનર નીરવભાઇ રાજાણી જોડાયા હતા.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(1:01 pm IST)