Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ત્રિદિનાત્મક ૧૦૦૦ કળશ દ્વારા ભવ્ય મહાભિષેક-યજ્ઞ

વાંકાનેર, તા. ૭ :. સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીજી (અથાણાવાળા) તેમજ પ.પૂ. કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનહેઠળ પ.પૂ. સદગુરૂ શ્રી ગોપાલાનંદ સ્વામીજીની તપોભૂમિમાં પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત ત્રિદિનાત્મક ૧૦૦૦ કળશ દ્વારા ભવ્ય યજ્ઞ એવં મહાભિષેક 'ભવ્ય સહષ્ત્ર કળશ મહાભિષેક' આગામી તા. ૨૭, ૨૮, ૨૯ ઓગષ્ટ ૨૦૨૧ શુક્રવાર, શનિવાર, રવિવારના રોજ છે. સહસ્ત્ર કળશ મહાભિષેકની વિશેષતાઃ ૬૦ બાય ૧૦૦ ફૂટનો ભવ્ય અભિષેક - યજ્ઞ મંડપ જે મંદિરના ગ્રાઉન્ડમાં થશે. શ્રી હનુમાનજી મહારાજ એવમ્ સ્વગાદી દેવતાઓનું ભવ્ય પૂજન ૧૦૦૦ કળશની ભવ્ય જળયાત્રા તેમજ શ્રી કષ્ટભંજનદેવનો વિવિધ પૂષ્પોથી ભવ્યતાથી ભવ્ય પૂષ્પાભિષેક કરવામાં આવશે. તેમજ ૫ યજ્ઞકુંડ દ્વારા હનુમંત મંત્રોની અસંખ્ય આહુતિ, શ્રી હનુમાનજીની ઉત્સવ મૂર્તિ દ્વારા ભવ્ય નગરયાત્રા, હાથીઓ દ્વારા શ્રી હનુમાનજી મહારાજનું પૂજન-અભિષેક તેમજ ૧૦૦૦ કળશ જળથી સમુદ્ર અને તીર્થોના જળથી અભિષેક કરવામાં આવશે.

શ્રાવણ માસ દરમિયાન દૈનિક શિવ પૂજન મંદિરમાં બિરાજમાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણ દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન દરરોજ સવારે ૭ થી ૧૦ શિવપૂજન કરવામાં આવશે. આ ઉપરાંત શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ જેમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દેવ દાદાના નીજમંદિરમાં તા. ૧૪ને શનિવારે 'ફ્રુટ અન્નકુટ' તા. ૨૧ 'ચોકલેટ અન્નકુટ', તા. ૨૨ રવિવારે 'રક્ષાબંધનના ભવ્ય પૂર્ણિમા ઉત્સવ, તા. ૨૮ શનિવારે 'ડ્રાયફ્રુટ અન્નકુટ' તા. ૩૦ને સોમવારે જન્માષ્ટમી ઉત્સવ 'કેક અન્નકુટ' તા.૪ શનિવારે 'મીઠાઈ અન્નકુટ' તા. ૬ ને સોમવારના અમાસ અથાણા અન્નકુટ આ ઉપરાંત તા. ૯-૮ના ભવ્ય દિવ્ય શણગાર. તા. ૧૦ મંગળવારના દિવ્ય શણગાર, તા. ૧૭ મંગળવારના દિવ્ય શણગાર, તા. ૧૮ બુધવારના પવિત્રા એકાદશી ઉત્સવ, તા. ૨૪ મંગળવારના દિવ્ય શણગાર, તા. ૨૯ રવિવાર દિવ્ય શણગાર, તા. ૩૧ મંગળવારના દિવ્ય શણગાર. શ્રાવણ માસ દરમ્યાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને વિવિધ પ્રકારના પુષ્પોના શણગાર દર્શનનું આયોજન કરેલ છે.લાભ લેવા માટે વોટસએપ નં. ૯૮૨૫૮ ૩૫૩૦૬ ઉપર નામ - એડ્રેસ લખી મોકલી આપવા વિનંતી... ડી.કે. સ્વામીજીએ જણાવેલ છે.

(12:59 pm IST)