Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગોંડલમાં અયુબભાઇ, ફરીદ અને ઇમરાન ઉપર ચાર શખ્સોનો તલવાર - લોખંડના પાઇપથી હુમલો

ઇંડાના ભાવતાલ બાબતે થયેલ ઝઘડામાં સમજાવવા જતા કારખાનેદાર સદામ સહિતના તૂટી પડયા

રાજકોટ તા. ૭ : ગોંડલમાં રેતી ચોકમાં ઇંડાના ભાવતાવ બાબતે થયેલ ઝઘડામાં સમજાવવા જતા ત્રણ શખ્સો ઉપર કારખાનેદાર સહિત ચાર શખ્સોએ તલવાર અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભગવતપરા શેરી નં. ૨૯/૨માં રહેતા અયુબભાઇ જીવાભાઇ માંડલીયા (ઉ.વ.૩૬)એ રેતીચોકમાં કારખાનુ ધરાવતા સદામ સુમરા, જુમો સુમરા, અલ્તાફ સુમરા તથા મોરાભાઇ સુમરા અને ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ સાહેદ ઇમરાનભાઇની ઇંડાની રેકડીએ આરોપી સદામના મજુરો ઇંડા લેવા ગયેલ ત્યારે ભાવતાવ બાબતે ઝઘડો થતા ફરીયાદી, સાહેદ ફરીદ તથા ઇમરાન સમજાવવા જતા ઇદામ સહિતના ચારેય શખ્સોએ તલવાર અને લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે ઇજાગ્રસ્ત અયુબભાઇની ફરીયાદ ઉપરથી ગોંડલ પોલીસે કારખાનેદાર સદામ સહિત ચારેય સામે આઇપીસી ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૫૦૦, ૫૦૬ (ર) તથા ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ બી.એલ.ઝાલા ચલાવી રહ્યા છે.

(12:59 pm IST)