Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી : સાર્વજનિક જમીનનો બારોબાર સોદો કરનાર બે સામે ફરિયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ :  મોરબીમાં સાર્વજનિક જમીનનો બારોબાર સોદો કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં મોરબીના સામાકાંઠે બૌદ્ઘનગરમાં આવેલ સાર્વજનિક જગ્યાની કિંમતી સાર્વજનિક જમીનનું વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવતા મામલતદારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામલતદારની ફરિયાદ પરથી બે શખ્સો સામે સાર્વજનિક જગ્યાનું વેચાણ કરવા સબબ લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય મામલતદાર દિવ્યરાજસિંહ જે. જાડેજાએ આરોપીઓ અશોકભાઇ બાબુભાઇ કુરીયા, હુસેનભાઇ મુસાભાઇ પઠાણ (રહે. ભડીયાદ,મોરબી) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના સામાંકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ અવરલ બૌધ્ધનગર વિસ્તારના રસ્તા પરની સાર્વજનીક જગ્યાનું આ બન્ને આરોપીઓ વેચાણ કરતા હોવાનું ધ્યાને આવ્યા બાદ અધિકારીઓએ તપાસ કરી હતી. જેમાં આરોપીઓએ બોધ્ધનગર સાર્વજનીક જગ્યા હોય તે જગ્યા ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું.

આથી મામલતદારે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ -૨૦૨૦ ની કલમ ઉપર મુજબ ગુનો કર્યાની બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ ગુનો રજી કરી એફઆઇઆરની નકલ મોરબી કોર્ટ તરફ મોકલવા તજવીજ કરી આ કામની આગળની તપાસ એસસી-એસટી સેલના પો.અધિ. હર્ષ ઉપધ્યાયને સોંપતા તેમણે આ અંગે તપાસ હાથ ધરી છે.

જાંબુડીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાં શેરી નં. ૨ પાસે બાવળના ઝાડ નીચે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા સંજયભાઇ લાભશંકરભાઇ જોષી, કિરીટભાઇ મનસુખભાઇ સોલગામા, ઉદયભાઇ પ્રતાપસંગ, કરીમભાઇ અનવરભાઇ રાજાણી તથા પપ્પુભાઇ કરીમભાઇ મેઘાણીની પોલીસે અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧૨,૦૦૦ જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

(12:56 pm IST)