Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ઝઘડો થતા લાગી આવતા મિત્રને પતાવી દીધેલ લતીપુરના બનાવમાં પરપ્રાંતિયની ધરપકડ

જામનગર,તા. ૭ : ગઇ તા. ૩/૮/૨૦૨૧ના મુકેશભાઇ દામજીભાઇ જોગલ રહે. લતીપર ગામ તા. ધ્રોલ વાળાએ ફરિયાદ જાહેર કરેલ તેમાં તેમના ભાઇ ધનજીભાઇ દામજીભાઇ જોગલ (ઉવ.૪૨) વાળાને કોઇ પણ કારણોસર કોઇ અજાણ્યા ઇસમને માથામાં તથા શરીરના અલગ અલગ ભાગોમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નીપજાવેલ છે. જે બાબતેનો ગુનો ધ્રોલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૨૦૧૪૨૧૦૫૯૨/૨૧ ઇ.પી.કો ૩૦૨ તથા જી.પી.એકટ ૧૩૫ (૧) મુજબ નોંધાયેલ હતો.

જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.સ.ઇ. કે.કે.ગોહિલ, આર.બી.ગોજીયા તથા બી.એમ. દેવમુરારી સહિત એલ.સી.બી.ની ટીમ અનડીટેકટ ખૂનનો ભેદ ઉકેલવા અંગે સતત કાર્યરત હતી દરમ્યાન સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી પો.સ.ઇ. એમ.એન.જાડેજા તથા ડીસ્ટાફના માણસો પણ આ બાબતે જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્યાન સંજયસિંહ વાળા તથા હરદિપભાઇ ધાંધલ તથા યશપાલસિંહ જાડેજાને હકિકત મળેલ કે લતિપુર ગામે ધનજીભાઇ ઉર્ફે ધકલો દામજીભાઇ જોગલ નાઓ સુરેન્દ્રસીંગ ઉર્ફે બંટી ગજાભાઇ મોહનીયા મુળ અલીરાજપુર મધ્યપ્રદેશ મિત્ર હોય અને બોલાચાલી થતા આ બનાવ પછી તેઓ ૨ દિવસથી ગામમાં આવેલ ન હોય તે રીતેની તેઓની વર્તણુક શંકાસ્પદ જણાય છે. હકિકત આધારે યુકિત પ્રયુકિત અપનાવી ઉડાણપૂર્વકની ઘનિષ્ટ પુછપરછ કરતા તેઓ ભાંગી પડતા તેઓએ ગુના આચરેલ હોવાનો એકરાર કરેલ હોય અને મજકુર ઇમસએ મરણજનાર સાથે બોલાચાલી ઝઘડો થતા લાગી આવતા ધોકા વડે માથામાં તેમજ શરીરે માર મારી જીવલેણ ઇજા પહોંચાડી ખૂબ કરેલ હોવાનું જણાવેલ.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાનાઓની સુચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, કે.કે.ગોહીલ, બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, ફીરોજભાઇ દલ, સંજયસિંહ વાળા, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ,યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, હિરેનભાઇ વરણવા, હરપાલસિંહ સોઢા, નિર્મળસિંહ એસ.જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એસ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા.

(11:49 am IST)