Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ : કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવુ પડશે

શ્રી સોમનાથ મહાદેવ, શ્રી ઘેલા સોમનાથ, શ્રી જડેશ્વર મહાદેવ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના શિવાલયોમાં દર્શન માટે ભાવીકો ઉમટશે

જસદણ-આટકોટઃ તસ્વીરમાં શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર નજરે પડે છે.

રાજકોટ, તા., ૭: તા.૯ ને સોમવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. જો કે આ વખતે કોરોના મહામારીના કારણે કોરોના  ગાઇડ લાઇનના પાલન સાથે ભાવીકો પૂજન, અર્ચન, દર્શન કરશે.

શ્રી સોમનાથ મહાદેવ, શ્રી ઘેલા સોમનાથ, શ્રી જડેશ્વર મહાદેવ સહીત રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના શિવાલયોમાં ભાવીકો ઉમટશે અને દર્શન -પૂજન-અર્ચનનો લાભ લેશે.

શ્રી ઘેલા સોમનાથ

જસદણ-આટકોટઃ કોરોના વાયરસ (કોવીડ-૧૯) મહામારીને ધ્યાનમાં રાખતા સરકારશ્રીની ગાઇડ લાઇન અનુસાર આગામી શ્રાવણ માસ દરમ્યાન શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો જેવા કે મંગળા આરતી, બપોરે મહાપૂજા તથા મહાઆરતી વિગેરે દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. તેમજ સમગ્ર શ્રાવણ માસનો મેળો, આખો શ્રાવણ માસ બ્રહ્મચોર્યાસી ભોજન, અન્નક્ષેત્ર, શ્રાવણ માસ બ્રાહ્મણોને પુજા માટે રોકાણ કરવા પર પ્રતિબંધ છે. માત્ર દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા નિયમાનુસાર ચાલુ રાખવામાં આવશે. જે બાબત સર્વ ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા સભ્ય સચિવ શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને મામલતદારશ્રી જસદણની યાદી જણાવે છે.

ધારી

ધારીઃ સૌરાષ્ટ્રમાં અમરેલી  જીલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીને કાંઠે પ૦૦ વર્ષો પુરાણુ સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ દર્શનીય પાર્વતી પરમેશ્વરધામ શ્રી જીવન મુકતેશ્વર મહાદેવ આશ્રમમાં ભાવસભર વાતાવરણમાં શ્રધ્ધા ભકિતભાવ પુર્વક ભારતીય સંસ્કૃતિનું મહત્વનું પર્વ શ્રાવણ માસની ઉજવણી થશે. જેમાં શિવમંદિરમાં કૈલાસદર્શન, પુષ્પશૃંગાર, કલાત્મક રંગોળી અને વસ્ત્રાલંકારોની દર્શનીય શોભા થશે. સવારે ૬.૦૦ થી ૧ર.૦૦ સુધી અને બપોરે ૩.૦૦ થી સાંજે ૮.૦૦ સુધી શિવપુજન, અર્ચન અને રૂદ્રાભિષેકનો ભાવીકો ધર્મલાભ લેશે. શિવજીને બિલીપત્ર, જળ, પુષ્પો તથા વિવિધ ધાન્યોનો અભિષેક થશે. ભાવીકો દ્વારા મહાદેવજીની વિશેષ પુજા અર્ચના સામુહીક ભાવવંદના થશે. ઓમ નમઃ શિવાય મંત્રનું અનુષ્ઠાન થશે. સામુહીક શિવપૂજન થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠાયુકત શિવલીંગની સાથોસાથ શિવ પાર્વતીનું સજોડે પ્રાણ પ્રતિષ્ઠાયુકત મુર્તિમંત સ્વરૂપ બિરાજમાન હોય તેવું સૌરાષ્ટ્રનું આ અજોડ શિવાલય છે. શહેરના પ્રદુષણ, કોલાહલ, ઘોંઘાટથી દુર શેત્રુંજી નદીને કાંઠે ર૦૦ ઘેઘુર વૃક્ષોની છાયામાં નૈસર્ગીક સૌંદર્યથી ભરપુર રમણીય, શાંતીપુર્ણ પ્રાકૃતિક વાતાવરણમાં ભાવીકો, દર્શનાર્થીઓ અપાર શાંતીની અનુભુતી કરે છે. આ પવિત્ર જગ્યા  જયાં સેંકડો ભાવીકોની મનોકામનાઓ પુર્ણ થઇ છે તેવા પૂ. ગિરધરબાપા ભટ્ટજી  અને બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી  મહારાજના આજીવન તપના પ્રભાવથી સિધ્ધ આ પાવન ભુમીમાં શ્રાવણ માસના મંગળ દિવસોમાં આયોજીત આ ધાર્મિક અનુષ્ઠાનની સફળતા માટે જીવનમુકતેશ્વર આશ્રમના કાર્યકરો અને સેવકગણ જહેમત ઉઠાવી રહયા છે. સર્વે ભાવીકોને પુજા-આરતી-દર્શનનો ધર્મલાભ લેવા ડો.કૃષ્ણકુમાર શાસ્ત્રીએ હાર્દિક અનુરોધ કરેલ છે.

પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મહાદેવને બોરસલી શ્રૃંગારઃ ૧પમી ઓગસ્ટે ત્રિરંગા શ્રૃંગાર કરાશે

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૭ :.. શ્રી સોમનાથ જયોતિર્લીગ ખાતે શ્રાવણ મહિનામાં દરરોજ વિવિધ શ્રૃંગાર કરવામાં આવશે જેની યાદી નીચે મુજબ છે.

(12:07 pm IST)