Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જસદણ દેવળીયા બસ શરૂ કરવા માંગ

આટકોટ તા.૭ : જસદણ ડેપોની જસદણ-મોટા દેવળીયા-જસદણ વાયા કોટડાપીઠા ગરણી-નડાળા વાળી બસ જે જસદણથી સાંજે ૭ કલાકે ઉપડતી અને મોટા દેવળીયા નાઈટ હોલ્ટ કરતી અને મોટા દેવળીયાથી સવારે ૫ કલાકે ઉપડે છે તે બસમાં કોટડાપીઠા, ગરણી, કરણુકી નડાળા વગેરે ગામના વિદ્યાર્થીઓ તથા મુસાફરો અભ્યાસ અર્થે તથા કામ ધંધા અર્થે આટકોટ જસદણ જતા હોવાથી આ બસ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વની છે. આ બસમાં કોટડાપીઠા, કરણુકીના ૬૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હતા પરંતુ કોરોનાને લીધે શાળા-કોલેજ બંધ થવાથી આ બસને જસદણ ડેપોએ બંધ કરી દીધેલ, હવે ઓગષ્ટ માસમાં ધો. ૯થી ૧૨ સુધીની શાળાઓ તથા કોલેજો ચાલુ થઈ જવા છતા હજૂ સુધી આ બસને જસદણ ડેપોએ ચાલુ કરેલ ન હોય વિદ્યાર્થીઓ ભારે હેરાનગતી ભોગવી રહયા છે. વિદ્યાર્થીઓની સ્કૂલ સવારે ચાલુ થાય છે અને બપોરે છૂટે છે તેથી જસદણ ડેપોએ બપોરની જસદણ નડાળા વાયા કોટડાપીઠા, કરણુકી, ગરણીવાળી બસને પણ પુનઃ ચાલુ કરવા માંગણી કરાઈ છે હાલમાં વિધાથી ને ખાનગી વાહન મા મુસાફરી કરવી પડે છે.

હાઇવે પર પડેલા ખાડાને પૂરવાની માંગણી કરી

રાજકોટ ભાવનગર હાઇવે ગોંડલ ચોકડી થી આટકોટ જસદણ ચોકડી થી તાજ હોટલ સુધી હાઈવે ઉપર મસમોટા ખાડા પડી ગયેલ છે આ એરીયો ગ્રામ્ય વિસ્તારમાં આવતો હોય વાહન ચાલકોને તેમજ રાહદારીઓને અવાર નવાર અકસ્માત થાઈ છે થોડા વરસાદમાં હાઈવે ઉપર મોટા મોટા ખાડા પડેલ છે તો વહેલી તકે રોડને રીપેરીંગ કરવામાં આવે તેવી આટકોટ ગામના રહીશે તેમજ ભાજપ અગ્રણી ન્યાય સમિતિ સભ્ય વિજયભાઈ ધમલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે.

આપ દ્વારા શ્રધ્ધાંજલી

જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા,જસદણ તાલુકા ઉપપ્રમુખ ભરતભાઈ ભાલાળા, જસદણ તાલુકા મહામંત્રી પરેશભાઈ શેખલિયા, જસદણ તાલુકા સંગઠન મંત્રી ધમેશભાઈ ચોથાણી, જસદણ તાલુકા મંત્રી જીતેન્દ્ર ભાઇ આહિર, જસદણ તાલુક મીડિયા પ્રમુખ ભાવેશભાઈ માયાણી, જસદણ તાલુકા લિગલસેલ પ્રમુખ ચિરાગભાઈ માનસરા,તથા જસદણ શહેર પ્રમુખ બિપીનભાઈ નાકરાણી, જસદણ શહેર મહામંત્રી રવિભાઈ વેગડ, જસદણ શહેર સંગઠન મંત્રી નિલેશભાઈ રામોલિયા દ્વારા દિલ્હીમાં જે કામ થાય છે એ બાબતે ર્ંજસદણ તાલુકાના નવાગામમાં જઇને લોકો સાથે વિસ્તૃત ચર્ચા કરી. સાથે સાથે જે કોરોના દરમ્યાન મૃત્યુ પામ્યા છે એ લોકો ને શ્રદ્ઘાંજલિ અને સાંત્વના પાઠવી.

(11:43 am IST)