Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ટંકારાના ધૂનડા ગામે છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ટંકારા :મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન ટંકારાના ધુનડા ગામે રહેતા મનોજભાઈ તુલસીભાઈ કાસુન્દ્રાના મકાનમાં જુગારધામ ધમધમતું હોય દરોડો કરી જુગાર રમતા મનોજભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા ધ, મહમદમિયા ઉર્ફ અશરફ મુસ્તફામિયા બુખારી રહે આમરણ મોરબી, ભરતભાઈ મોહનભાઈ જીવાણી રહે ખાનપર, મહાદેવભાઈ લખમણભાઈ કાસુન્દ્રા રહે ધુનડા, ઈબ્રાહીમ ઉર્ફે ઇભુ ગુલામ ચૌહાણ રહે નેસડા (ખા), પ્રભુભાઈ તળશીભાઈ બાવરવા રવાપર એમ છ ઇસમોને ઝડપી લેવાયા છે અને ફિલ્ડમાંથી રોકડ રકમ રૂ ૧,૩૬,૦૦૦, મોબાઈલ નંગ ૦૪ કીમત રૂ ૧૧,૦૦૦, કાર સહીત કુલ રૂ ૩,૯૭,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસી યા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:37 am IST)