Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

માળિયાહાટીના તાલુકા કક્ષાનો વનમહોત્સવ

માળિયાહાટીના :  પાયોનીયર ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ૭૨ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ લોકલાડીલા ધારાસભ્ય બાબુભાઈ વાજા ના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો . આ કાર્યક્રમ સામાજિક વનીકરણ વિભાગ ગિર સોમનાથ તેમજ સામાજિક વનીકરણ રેન્જ માળિયા હાટીના દ્વારા આયોજિત કરવામા આવ્યો હતો આ તકે માળિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીલીપસિંહ સિસોદિયા, મામલતદાર માળિયા ગોહેલ સાહેબ, આર.એફ.ઓ. મકવાણા સાહેબ, માળિયા હાટીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, માળિયા હાટીના ગ્રામ પંચાયત સરપંચશ્રી નટુભાઈ સિસોદિયા, તાલુકા પંચાયત સદસ્ય જીતુભાઈ સિસોદિયા, આગેવાનો, ફોરેસ્ટ વિભાગના અદ્યિકારીઓ, ગ્રામજનો, શૈક્ષણિક સ્ટાફ, વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ માટે માનસિંગ ભાઈ સિસોદિયા એ ઉઠાવી હતી. વન મહોત્સવ કાર્યક્રમની તસ્વીર.

(11:35 am IST)