Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જોરાવરનગરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

વઢવાણ : અર્બન હેલ્થ સેન્ટર જોરાવનગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર, જીતેન્દ્રસિંહ ચાવડા નગરપાલિકા સભ્ય, મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પંચાયત અને અર્બન સેન્ટર ના સ્ટાફ દ્વારા ૨૦ બોટલ રકત એકત્ર કરવામાં આવેલ હતું. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડોકટર ચંદ્રમણી કુમાર સાહેબ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર બીજી ગોહિલ અને મેડિકલ ઓફિસર ડોકટર સાધુ સાહેબે પણ રકતદાન કરેલ. આ કેમ્પને સફળ બનાવવા જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર દેવાંગ રાવલ, ડો. અલ્પેશ સાધુ, નિતીન ભાઈ સોલંકી અને અર્બન હેલ્થ ની ટીમે જહેમત ઉઠાવેલ હતી. બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:32 am IST)