Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવાલયના હવે ઘરબેઠા થઇ શકશે દર્શન : કાલે ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસના હસ્તે યુ ટ્યુબ ચેનલનું લોકાર્પણ

શ્રી બ્રહમ વિકાસ ચરિટેબલ ટ્રસ્ટ જામનગર અને સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન ઈન્ડીયાના સહયોગથી યુટ્યુબ ચેનલનો મળશે લાભ

દ્વારકા : શ્રી બ્રહમ વિકાસ ચરિટેબલ ટ્રસ્ટ જામનગર અને સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન ઈન્ડીયાના સહયોગથી શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવાલય, મુ॰નાગેશ્વર, તા. દ્વારકા, જી. દેવભૂમિ દ્વારકા ના દેવાધિદેવ મહાદેવ ના જ્યોતિર્લિંગ ના સમસ્ત હિન્દુ  શિવપ્રેમી ભક્તજનો ને ઘરે બેઠા ઓનલાઇન શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન, આરતીનો લાભ આપવાના શુભ હેતુથી તારીખ 07/08/2021 શનિવારે પ.પુ. ભાગવતાચાર્ય દાદા શરદભાઈ વ્યાસ ના વરદ હસ્તે સંતો મહંતોની હાજરીમાં યુ ટ્યુબ ચેનલ ના લોકાર્પણ નો કાર્યક્રમ સવારે 10.કલાકે  શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવાલય ખાતે યોજવામાં આવેલ છે.

   આ લાઇવ દર્શન  યુ ટ્યૂબ ચેનલ પર દરરોજ થઈ શકશે અને તમામ ભક્તજનો લાઇવ દર્શન નો લાભ ઘર બેઠા લઇ શકશે.

  આ કાર્યક્રમ ને સફળ બનાવવા બ્રહ્મ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ વ્યાસ, મેનેજીંગ ટ્રસ્ટટી જયવીનભાઈ દવે, મહામંત્રી દિક્ષિતભાઇ મહેતા તેમજ તેમની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.યુ.ટ્યુબ ચેનલ ની લીંક:  https://youtube/eISTPDJ1BKW.

   ઉપયુક્ત યુ-ટ્યુબ ચેનલ પર દરરોજ સંધ્યા આરતી નો સાંજે ૭:૦૦ વાગે ધર્મપ્રેમી જનતા અને શિવભક્તો લાભ લઇ શકશે.

વિશેષ માહિતી માટે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવાલય મહંત પુજારી હરીશભારથી ગોસ્વામીબાપુ ( ફોન નંબર ૮૦૦૦૬૫૭૯૬૧ ) નો સંપર્ક કરી શકાય છે

(9:17 am IST)