Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પોરબંદર SOG એ એક શખ્‍સને ગાંજા સાથે ઝડપ્યો

૩.૬ર૦ કિ.ગ્રામ કિ. રૂ. ૩૬ર૦૦ નો મુદ્દામાલ ઝપ્‍ત

પોરબંદર : જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્‍દર પ્રતાપસિંગ પાવર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સેનીનાઓ દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદ પદાર્થોનું સેવન કરનાર તત્‍વોની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ છે જે અનુસંધાને એસ..જી. પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી. ગોહીલ દ્વારા આવ ઇસમો અંગે બામી મેળવવા સુચના કરવામાં આવેલ.

એસ..જી. સ્ટાફના માણસો બાબતે કાર્યરત હોય દરમ્યાન . એસ.આઇ. કે.બી. ગોરાણીયા તથા પો. કોન્. સમીર સુમારભાઇને બાતમી મળેલ કે ગીજુપુરી મોહનપુરી ગોસ્વામી બાવાજી ..પ૧ રહે. પાંડાવદર ગામ આવળમાના મંદિર તા.જી. પોરબંદર વાળા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગે. કા. સુકો ગાંજો રાખેલ હોવાની હકિકતના આધારે સરકારી પંચોની સાથે રાખી રેઇડ કરતા ગીજુપુરી મોહનપુરી ગોસ્વામી પોતાના કબજા ભોગવટાના મકાનમાં સૂકો ગાંજો જેનો કુલ વજન કીલો ૬ર૦ ગ્રામ કી. રૂ. ૩૬ર૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી બગવદર પોલીસ સ્ટેશન NDPS એકટની કલમ એકટની કલમ (સી), ર૦(બી) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.આઇ.જાડેજા તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એચ.સી. ગોહીલ, તથા આર. એસ.ચાઉ, PC સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીયા, મોહનીતભાઇ ગોરાણીયા, સંજય કરશનભાઇ, પૃત્‍વીરાજસિંહ વિક્રમસિંહ ગોહીલ, ડ્રા. પો. કોન્‍સ. ગીરીશ વરજાંગભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફના માણસો જોડાયા હતા. 

(9:32 pm IST)