Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ભાવનગર ડિવીઝન વિસ્‍તારમાં વધુ ત્રણ પેસેન્‍જર સ્‍પેશ્‍યલ ટ્રેનો દોડાવવા રેલ્‍વે તંત્રનો નિર્ણય

ભાવનગર : ભાવનગર ડીવીઝન વરિષ્‍ઠ મંડળ વાણિજય પ્રબંધક માશુક અહમદની યાદીમાં જણાવ્‍યું છે કે આગામી સમયથી ભાવનગર ડીવીઝન રૂટ પર વધુ સ્‍પેશ્‍યલ ટ્રેનો પેસેન્‍જરોની સુવિધા માટે દોડાવવાનો નિર્ણય કર્યો છે.

ભાવનગર : યાત્રિયોની મા૦ગ અને સુવિધાને ધ્‍યાનમાં રાખીને, પશ્‍ચિમ રેલ્‍વે એ ૧૬ ઓગ્‍સ્‍ટ, ર૦ર૧ થી આગામી સુચના સુધી ભાવનગર ડીવીઝન પર વધુ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

(૧)     ટ્રેન નંબર. ૦૯પર૧/૦૯પરર રાજકોટ-સોમનાથ-રાજકોટ દૈનિક લોકલ

        ટ્રેન નંબર ૦૯પર૧ રાજકોટ-સોમનાથ દૈનિક સ્‍પેશિયલ રાજકોટથી દરરોજ ૧૮:૦પ કલાકે ઉપડશે અને ર૩.રપ કલાકે સોમનાથ પહોંચશે. આ વિશેષ ટ્રેન ૧૬ મી ઓગસ્‍ટ, ર૦ર૧ થી આગળની સુચના સુધી ચાલશે. પરત દિશામાં ટ્રેન નંબર ૦૯પરર સોમનાથ-રાજકોટ ડેઇલી સ્‍પેશિયલ સોમનાથથી ૦૪.૩પ કલાકે ઉપડશે અને ૦૯.૪પ કલાકે રાજકોટ પહોંચશે. આ વિશેષ ટ્રેન ૧૭ ઓગસ્‍ટ ર૦ર૧ થી આગળની સુચના સુધી ચાલશે.

(ર)     ટ્રેન નં. ૦૯પ૧૬/૦૯પ૧પ પોરબંદર-કાનાલૂસ-પોરબંદર દૈનિક વિશેષ

        ટ્રેન નં. ૦૯પ૧૬ પોરબંદર-કાનાલુસ ડેઇલી સ્‍પેશિયલ પોરબંદરથી દરરોજ ૧૦.રપ કલાકે ઉપડશે. અને એ જ દિવસે ૧ર.પ૦ કલાકે કાનાલુસ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નં. ૦૯પ૧પ કાનાલુસ-પોરબંદર દૈનિક વિશેષ કાનાલુસથી દરરોજ ૧પ.૦૦ કલાકે ઉપડશે અને એ જ દિવસે ૧૭.૧પ કલાકે પોરબંદર પહોંચશે. ઉપરોકત બંને વિશેષ ટ્રેનો ૧૬ ઓગસ્‍ટ, ર૦ર૧ થી આગળની સુચના સુધી ચાલશે.

(૩)     ટ્રેન નં. ૦૯ર૯૬/૦૯ર૯પ દેલવાડા-વેરાવળ-દેલવાડા દૈનિક વિશેષ (મીટર ગેજ ટ્રેન)

        ટ્રેન નં. ૦૯ર૯૬ દેલવાડા-વેરાવળ દૈનિક સ્‍પેશિયલ દરરોજ ૦૮.૧પ વાગ્‍યે દેલવાડાથી ઉપડશે. અને તે જ દિવસે ૧૧.૧પ કલાકે વેરાવળ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નં. ૦૯ર૯પ વેરાવળ-દેલવાડા દૈનિક સ્‍પેશિયલ વેરવાળથી દરરોજ ૧પ.૪પ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૮.પપ કલાકે દેલવાડા પહોંચશે. ઉપરોકત બંને વિશેષ ટ્રેનો ૧૬ ઓગસ્‍ટ ર૦ર૧ થી આગળની સૂચના સુધી ચાલશે.

ઉપરોકત ટ્રેનનોની વિગતવાર માહિતી માટે, યાત્રિયો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indiarail.gov.in ની મુલાકાત લઇ શકે છે.

(9:32 pm IST)