Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

અમરેલી જિલ્લામાં દીપડાના મેગા રેસકયું સેન્ટર મતીરાળા અભ્યારણ્ય ખાતે શરુ કરી પ્રવાસનને વેગ આપવા પૂર્વ જિલ્લા ભા.જ.પ. પ્રમુખ હિરપરાની રજૂઆત

અમરેલી : રાજ્યમાં જ્યમાં દિન-પ્રતિદિન ખેતીવાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક દીપડાઓનો ત્રાસ વધતો જાય છે.ખેડૂતો, ખેતમજૂરો ઉપર હિંસક હુમલાઓના અનેક બનાવો બનવા  પામ્યા છે. ત્યારે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ અવાર-નવાર થયેલ રજુઆતના યોગ્ય ઉકેલ આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બજેટ સત્રમાં જાહેરાત કરી છે,કે માનવ-ભક્ષી દીપડાઓને કેદ કરાશે અને અમરેલી જિલ્લામાં દીપડા મેગા રેસકયું સેન્ટર બનાવામાં આવશે, અમરેલી જિલ્લામાં સફારી  લાયન પાર્ક પછી દીપડાના અભ્યારણ્યને પ્રવાસન સાથે જોડવામાં આવે તો  ટુરીઝમને ફાયદા થશે.આં માટે દીપડા મેગા રેસક્યુ સેન્ટર ઔધોગિક રીતે પછાત એવા ખાંભાના મીતાયાળા અભ્યારણ ખાતે શરુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જેનાથી પ્રવાસન અને રોજગારી ખાંભા તાલુકા ને મળે. રાજ્ય સરકારના આ નિર્ણયને પૂર્વ જિલ્લા ભા.જ.પ. પ્રમુખ હિરેન હિરપરાએ  આવકારી દીપડાના ત્રાસમાંથી આંશિક મુક્તિઅપાવવા બદલ સરકારનો આભાર માન્યો

(8:02 pm IST)