Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ચોરવાડમાં વકીલ પુત્ર ઉપર હુમલો કરનાર વિમલ ચુડાસમા ને 6 માસ ની સજા

  માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ગામેથી 13 વર્ષ પહેલા પહેલા 2010 7 નવેમ્બરે નૂતન વર્ષના દિવસે ચોરવાડના અગ્રણી વકીલથી રોહન ભાઈ વૈદના પુત્ર મીત વૈદ અને તેમના મિત્ર હરેશ નારણભાઈ ચુડાસમા તેમના મિત્રો સાથે નૂતન વર્ષના દિવસે હોલીડે કામ ફરવા જતા હતા ત્યારે ચોરવાડના વિમલભાઈ કાનાભાઈ ચુડાસમાએ પ્રાણ ઘાતક હથિયારોથી મિત અને હરીશ નારણભાઈ ઉપર હુમલો કર્યો હતો

  આ બાબતનો માળીયા હાટીના કોર્ટમાં કેસ ચાલુ હતો મીત રોહનભાઈના સરકારી વકીલ સિંધી  અને એ પછી સરકારી વકીલ તરીકે ડીસી ઠાકર અને વેરાવળના દિનેશભાઈ બોરીસાગર આ ત્રણ વકીલોની ધારદાર દલીલને કારણે આજે માળિયા હાટીના નામદાર વિમલ કાનાભાઈ ચુડાસમા ને છ માસની સજા ફટકાર્યાનો હુકમ કર્યો છે આ ચુકાદાથી માળીયા હાટીનાના રાજકારણમાં ગરમીનું વાતાવરણ જોવા મળે છે વિમલભાઈ ચુડાસમા હાલ સોમનાથ વિસ્તારના ધારાસભ્ય છે

વિમલભાઈ ચુડાસમાને અપીલમાં જવા માટે ૩૦ દિવસનો સમય આપી માળિયા કોટે છોડી મુકેલ છે

(10:44 pm IST)