Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કચ્છ ;મંજૂરી વગર સરકારી ભવનમાં પ્રા, શિક્ષક સંઘની ચૂંટણી બેઠક યોજાતા ઘેરા પ્રત્યાઘાત

કાર્યવાહક પ્રા. શિક્ષણાધિકારી બી.આર.સી. ભવન દોડી ગયા :કો- ઓર્ડિનેટર તેમજ સંબંધિતોને ખખડાવીને ખુલાસા પૂછયા:તમામ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી

 

કચ્છ :ભુજના સરકારી ભવનનો મંજૂરી વગર પ્રા ,શિક્ષક સંઘની ચૂંટણી અંગે બેઠક યોજાતા ઘેરા પ્રત્યાઘાત પડયા છે બાબતની જાણ થતા કાર્યવાહક પ્રા ,શિક્ષાધિકારી ભવન ખાતે દોડી જઈને સંબંધિતો સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી છે

 

  અંગેની વિગત મુજબ  ભુજના મિરજાપર હાઇવે પર આવેલ બી.આર.સી ભવન ખાતે પ્રાથમિક શિક્ષક સંગઠનની બેઠક યોજી ગેરઉપયોગ કરવાનો મામલો પ્રકાશમાં આવતાં પ્રા. શિક્ષણ સત્તાવાળાઓએ મામલે જોડાયેલા તમામ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી આદરી હતી.

      ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રાજ્ય પ્રા. શિક્ષક સંઘની ચૂંટણી યોજાવાની છે, તેના આયોજનના ભાગરૂપે કચ્છના રાજ્યકક્ષા અને જિલ્લાના આગેવાનોએ કોઇપણ પરવાનગી વિના સરકારી ભવનનો ગેરઉપયોગ કરીને બેઠક યોજી હતી.તેનાં પગલે ચોંકી ઉઠેલા કાર્યવાહક પ્રા. શિક્ષણાધિકારી બી.આર.સી. ભવનમાં ધસી ગયા હતા ત્યાંના સી.સી. ટી.વી.ના ફૂટેજ મેળવીને કો- ઓર્ડિનેટર તેમજ સંબંધિતોને ખખડાવીને ખુલાસા પૂછયા હતા અને રોજકામ કર્યું હતું.

   ઘટના અંગનો અહેવાલ ડી.ડી.. સમક્ષ રજૂ કરીને સંબંધિત શિક્ષકો તેમજ સંઘના હોદ્દેદારો સામે કાર્યવાહીની રાય લેવાઇ છે.અને આગળની કાર્યવાહી કરવા બાબતે શિક્ષણ ખાતાનાં ઉચ્ચ અધિકારીએ માહિતી આપી હતી.

(11:10 pm IST)