News of Wednesday, 7th February 2018

જામનગરના વિભાણીયા ગામની વિદ્યાર્થીની શ્રધ્ધાએ રાષ્ટ્રીય કક્ષાએ ઇતિહાસ રચી દીધો

રમતગમત ક્ષેત્રે ભારત દેશનું નામ રોશની કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. ત્યારે ૧પ૦૦ મીટરની દોડમાં જામનગરના વિભાણીયા ગામની ખેડુત પુત્રીએ ઇતિહાસ રચ્યો છે.

જામનગર જીલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલી અને પ્રાથમિક અભ્યાસ પ્રાપ્ત કરેલી દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા નામે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આંતર રાજય સ્પર્ધાઓ યોજાઈ રહી છે જેમાં દેશભરના રમતવીરો ભાગ લઈને પોતાની પ્રતિભા ઝળકાવી રહ્યા છે ત્યારે જામનગર જીલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલી અને પ્રાથમિક અભ્યાસ પ્રાપ્ત કરેલી દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

આપણા સમાજમાં દિકરા અને દીકરીઓ વચ્ચે હજુ પણ ભેદભાવ જોવા મળે છે અને દંપતીઓ દિકરાને જ મહત્વ આપતા હોય છે ત્યારે દીકરીઓને ઓછું મહત્વ આપનાર વાલીઓ માટે પણ પ્રેરણાદાયી કહી શકાય તેમ જામનગર જીલ્લાની એક દીકરીએ દેશભરમાં જામનગરનું નામ રોશન કર્યું છે. રમતવીરોને પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા સ્પર્ધાઓ યોજાઈ રહી છે જે સ્પર્ધામાં તમામ રાજયના ખેલાડીઓએ ભાગ લઇ રહ્યા છે ત્યારે શાળાકીય સ્પર્ધાની શ્રેણીમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામની શ્રદ્ઘા કથીરિયાએ પંદરસો મીટર દોડમાં ભાગ લીધો હતો. અન્ય પંદર રાજયોના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં શ્રદ્ઘાએ પ્રથમ નંબર મેળવ્યો છે . અંદર સો મીટરની દોડ શ્રદ્ઘાએ ૪ મિનિટ અને ૪૨ સેકન્ડમાં પૂર્ણ કરી ઇતિહાસ રચી દીધો હતો.

કાલાવડ તાલુકાના નાના એવા વિભાણીયા ગામમાં જન્મેલી ખેડૂતની દીકરીએ ગામની શાળામાં ધોરણ ૧ થી ૪ સુધી અભ્યાસ કર્યા બાદ કાલાવડની હીરપરા કન્યા છાત્રાલયમાં ધોરણ ૬ અને ૭ નો અભ્યાસ કર્યો હતો અને બાદમાં તે રાજકોટ અભ્યાસ અર્થે ગઈ હતી અને ધોરણ ૧૦ થી શ્રદ્ઘા દેવગઢ બારિયા સ્પોર્ટ્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે અને ધોરણ ૧૧ ની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય કક્ષાએ ઈતિહાસ રચી દીધો હતો. પિતાની એકની એક પુત્રી છેલ્લા અઢી વર્ષથી પોતાના માદરે વતન નથી આવી. પોતાની પુત્રીની સિદ્ઘિથી ખુશ થયેલા ખેડૂત પિતા રાજેશભાઇ સમગ્ર સમાજને દીકરીનું મહત્વ સમજવાની શીખ આપી હતી અને દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ના રાખવા પણ જણાવી રહ્યા છે.

(6:08 pm IST)
  • ફિલીપાન્સ સરકારે તસ્કરી કરી લાવેલ લકઝરી કારનો કૂરચો બોલાવ્યો : ફિલીપાન્સમાં રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટેની સરકરે કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરેલ બે ડઝનથી વધુ પોર્શા, મર્સિડીઝ, જગુઆર જેવી સ્પોર્ટસ અને લકઝરી કારને કચડાવી નાખી : સામાન્ય રીતે સરકાર જપ્ત કરેલી કારની નક્કિ કરેલ પ્રક્રિયા અનુસાર નિલામી કરે છે : ગયા વર્ષે ફિલીપાન્સ સરકારે રૂ.૧૮ કરોડની કિંમતના વાહનો જપ્ત કર્યા હતા access_time 3:31 pm IST

  • સુપ્રીમ કોર્ટે ગોવાની તમામ ૮૮ લોખંડની ખાણોના ખોદકામના લાયસન્સ રદ કર્યા : કોર્ટે રાજ્યને નવી ખોદકામ નીતિ હેઠળ ખાણોની ફાળવણી કરવા અને પર્યાવરણીય મંજૂરી લાવ્યા બાદ બીજીવાર ખોદકામ શરૂ કરવા જણાવ્યું : કોર્ટ અનુસાર, આ બધી ખાણોમાંથી માત્ર ૧૫ માર્ચ સુધી જ ખોદકામ કરી શકાશે access_time 3:30 pm IST

  • રાજસ્થાન હાઇકોર્ટે ફિલ્મ 'પદ્મવત'ને આપ્યું ગ્રીન સિગ્નલ : રાજ્ય સરકારને ફિલ્મ રીલીઝ કરાવવા માટે આપ્યો આદેશ. access_time 11:33 pm IST