Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોથા દિ'એ સૂર્યનારાણે દર્શન દીધા

માવઠાના કારણે અનેક જગ્યાએ પાકને નુકશાનઃ ઠંડીમાં ઘટાડો યથાવત

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વાદળછાયુ વાતાવરણ છવાયુ હતું અને ત્રણ-ચાર દિવસ દરમિયાન અનેક જગ્યાએ માવઠુ પડતા ચણા, ધાણા, જીરૂ, કપાસ કેરીના પાકને નુકશાન થયું છે.

જો કે આજે ચોથા દિવસે વાદળા વિખેરયા છે અને સૂર્યનારાયણે દર્શન દીધા છે. અને ઠંડીમાં ઘટાડો યથાવત છે.

માણાવદર

માણાવદર : પંથકમાં માવઠા થી ખાસ કરીને જીનીંગ ઉદ્યોગમાં દોડધામ મચી હતી કેમ કે હાલ જીનીંગ-પ્રેસીંગ ચાલુ હોય કપાસ ખુલ્લા ગ્રાઉન્ડમાં પડેલ હોય છે. ત્થા તૈયાર ગાંસડી પણ હોય તેને માવઠાંથી બચાવવા દોડધામ મચી હતી તો ખેતરોમાં ખેતી પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતો  વ્યકત કરી રહ્યા છે. આ વરસાદથી રોડઉપર રીતસર પાણી ફરી વળ્યા હતાં. અને ખાડા ભરાયા હતાં.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ર૬.૪ મહત્તમ, ૧૬.ર લઘુતમ, ૬૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૬ કી. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

જુનાગઢ

જુનાગઢ : ગત રાત્રીના કમોસમી વરસાદથી સોરઠમાં ધાણા, જીરૂ, સહિત મસાલા પાકોને નુકશાન થયેલ છે અને આંબાઓમાં રોગની અને જીવાત થવાની સંભાવના વધતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.  ગઇકાલે જુનાગઢ સહિતના વિસ્તારોમાં બપોરે કમોસમી વરસાદ થયા બાદ રાત્રે ૭:૩૦થી આકાશમાંથી છાંટા ખરવા લાગ્યા હતાં અને રાત્રીના ૮થી અષાઢી માહોલની માફક જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો હતો.  અચાનક જ શરૂ થયેલા વરસાદથી લોકો બાનમાં મૂકાય ગયા હતાં. ખાસ કરીને જૂનાગઢમાં પાર્ટી ખાતે લગ્નના આયોજકો મુંઝવણમાં મૂકાય ગયા હતાં. જૂનાગઢમાં દોઢ મીમી અને શહેરના પરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો જેના પરિણામે રસ્તા પરથી પાણી વહી ગયા હતાં અને ઠંડીનું જોર વધ્યું હતું. ગત રાત્રીના કમોસમી વરસાદથી જૂનાગઢ ઉપરાંત વંથલી, બીલખા, વિસાવદર, મેંદરડા, માળીયા, કેશોદ વગેરે વિસ્તારોમાં જીરૂ, ધાણા, વરીયાળી સહિત મસાલા પાકોને નુકશાન થયું હતું. જયારે ગીર પંથકમાં આંબાના મોર આવવા પ્રક્રિયા શરૂ થઇ છે તેવા જ સમયે વરસાદ થતાં આંબામાં પીળીયો રોગ આવવાની અને જવાત થવાની સંભાવના વ્યકત થઇ રહી છે.  દરમ્યાનમાં આજે સવારથી ચોખ્ખુ વાતાવરણ પૂવર્તે છે. સૂર્યનારાયણ પણ પૂરબહારમાં ખીલ્યા છે. જુનાગઢ ખાતે સવારનું લઘુતમ તાપમાન ૧પ.ર ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહ્યું હતું.

કયાં કેટલી ઠંડી

 

શહેર

લઘુતમ તાપમાન

નલીયા

૧૧.૪ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૪.૦ ડીગ્રી

પોરબંદર

૧૪.પ ડીગ્રી

વલસાડ

૧૪.૬ ડીગ્રી

જુનાગઢ

૧પ.ર ડીગ્રી

રાજકોટ

૧૬.૩ ડીગ્રી

જામનગર

૧૬.ર ડીગ્રી

ભાવનગર

૧૯.૦ ડીગ્રી

(3:39 pm IST)