Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભાવનગરમાં દોઢ લાખની મતાની ચોરી

ભાવનગર તા.૭: શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલ જવાહરનગરમાં નિવૃત કસ્ટમ સુરેન્દ્રનગર બાબરીયાના મકાનને તસ્કરે નિશાન બનાવ્યુ હતુ અને ઘરમાં રાખેલ રૂ.૨૫ હજાર રોકડા તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.૧ લાખ ૪૧ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ચોરીની આ ઘટના અંગે સબ ઇન્સ્પેકટર દાફડાએ માહિતી આપી હતી.

ચોરીની આ ઘટના અંગે હંસાબેન ખીમજીભાઇ બાબરીયાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી  છે.

(11:48 am IST)