Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ગાંધીધામમાં મોબાઇલ ફોન ચોરતી ત્રિપુટી ઝડપાઇ

ભુજ તા. ૭ : પોલીસ અધિક્ષક ભાવના પટેલે જીલ્લામાં મીલ્કત સબંધી બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પકટર આર.અલ.રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ.જે.જે.ચૌધરી તથા પોલીસ હેડ કોન્સ. રામદેવસિંહ ઝાલા તથા જગદિશસિંહ સરવૈયા તથા પુનમભાઇ મહેશ્વરી તથા પોલીસ કોન્સ. દેવરાજભાઇ આહીર તથા નરસિંહભાઇ પઢીયાર તથા માલદેદભાઇ શક પડતા ત્રણ ઇસમો પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૬ કિ. રૂ.૬૭,૦૦૦૦ ના સી.આર.પી.સી.કલમ-૧૦ર મુજબ કબ્જે કરેલ છે. અને  મજકુર ત્રણેય ઇસમોને ક.૧૬/૧૦ વાગ્યે અટક કરેલ છે અને પુછપરછ દરમ્યાન ગાંધીધામ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ચીલ ઝડપ કરેલ હોવાની કબુલાત આપેલ છે. અને ગાંધીધામ આદિપુર વિસ્તારમાં થયેલ ચીલ ઝડપના બનાવોનો ભેદ ઉકેલાય તેવી શકયતા છ.ેભાવેશભાઇ કાનજીભાઇ થારૂ, રહે. ગણેશનગર ગાંધીધામ વાળાના કબ્જામાંથી મળી આવેલ મોબાઇલ ફોન ૮  અજય ઉર્ફે ભલો હીરજભાઇ સીંચાણીયા રહે. પુનમ સોસાયટી ગાંધીધામ વાળાના કબ્જામાંથી મળી આવેલ મોબાઇલ ફોન પાંચનો સમાવેશ થાય છે.

(11:44 am IST)