Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભાદર કમાન્ડના ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપો

મોટીમારડ ભાદર કમાન્ડ એરિયા ના લાખાભાઈ ડાંગર વિરાલભાઈ પનારા વિગેરે ખેડુતો એ ધોરાજી ડે કલેકટર કચેરી ખાતે મામલતદાર જોસી ને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ભાદર ૧ નહેરમાંથી ૬ પાણ આપવાના હોય તે અન્ય કારણોસર કેનાલ બંધ કરી દેવામાં આવી છે તે પુરાં કરવાં તથા ૧ પાણની વધું માંગ સાથે ચાલું સિઝનમાં ભાદર ૧ માંથી રવિ સીઝન માટેનું ૬ પાણ આપવાં નું નકકી કરેલ પણ તેમાં પણ અન્ય કારણોસર કેનાલ બંધ કરી દેવામાં આવેલ તેમાં અમુક ટેલ વિસ્તાર નાં ખેડૂતો ને ૫ પાણ પીધા છે જેથી હજું એક પાણ બાકી છે જે ખેડૂતોને ૧ પાણ બાકી હોય જેથી સિંચાઈ માટે કેનાલ ચાલું કરવી જેથી ચણા ધાણા એરડા ઘઉંનું વાવેતર થોડું મોડું હોવાથી પાણીની જરૂરીયાત હોય જેથી ૧ પાણ વધારવા માટે ખેડૂતો પોતાની માંગ લઇને ઉભા પાકને નુકસાન ન થાય જેથી આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : કિશોર રાઠોડ, ધોરાજી)

(11:44 am IST)