Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભુજના ડગાળા ગામના દિલીપ આહિર લાપતા થયાના લાંબા સમય બાદ ભાળ ન મળતા ચિંતા

ભુજ તા.૭: ભુજ તાલુકાના ડગાળા ગામના ૧૭ વર્ષના યુવક દિલીપ (મહેશ) લખમણભાઇ આહિર તા.૩૧-૫-૧૬ના ડગાળા ગામમાંથી ગુમ થયેલ છે. તેઓ આજ સુધી પો મળેલ નથી. તેથી તેના કુટુંબીજનો ભારે ચિંતાતુર બન્યા છે.

દિલીપ (મહેશ)ને શોધવા માટે પોલીસ તંત્રે ખુબ જ મહેનત કરવા છતા આજ સુધી યુવકનો પતો મળેલ ન હોવાનુ ગામના સરપંચ માવજીભાઇએ જણાવ્યું હતું.

ગુજરાતના સમગ્ર પોલીસ સ્ટેશનમાં યુવકના ફોટોગ્રાફ સાથે તેના કુટુંબીજનોએ જાણ કરેલ છે તેમજ રાજ્યના તમામ ધર્મસ્થાનો પર પણ તપાસ કરેલ છે. પરંતુ ૧૭ માસનું પરિણામ શુન્ય છે. ડગાળા ગામના આજુબાજુના પહાળી વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવેલ છે. પરંતુ હજી સુધી યુવકનો પતો મળેલ નથી.

રાજ્યનું ગૃહખાતું અંગત રસ લઇ ધુમ થયેલો યુવકનો પત્તો મેળવી આપે તેવું ડગાળા ગામના સરપંચ માવજીભાઇ તેમજ સમગ્ર ગામજનો ઇચ્છે છે. જેને યુવકનો પતો મળે તેમણે મોબાઇલ નં.૯૯૨૫૮ ૭૫૫૭૬ પર જાણ કરવા વિનંતી છે.

દિલીપ (મહેશ) લખમણભાઇ આહિર લાપતા થયો તે દિવસે સામાજીક પ્રસંગમાં જમવા ગયો હતો. અને આ દિવસે ગામમાં કોઇ સાધુ જેવા લાગતા શખ્સો આવ્યા હતા તેમની સાથે દિલીપ ચાલ્યો ગયો હોવાની શંકા વ્યકત કરીને પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ લાપતા બાળકને શોધી આપવા તપાસ વેગવંતી કરવાની માંત્ર સાથે બાળકના પિતાની આગેવાનીમાં કલેકટરશ્રી સમક્ષ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

આ તકે લક્ષ્મણભાઇ રૂપાભાઇ વરચંદ, રૂપાભાઇ ચાડ, દિપક હિરાભાઇ રાધાભાઇ જીવાભાઇ પરસોતમભાઇ દાનાભાઇ, ભુરાભાઇ, રાજેશભાઇ દાનાભાઇ, રણછોડભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)