Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પોરબંદરના હરિ મંદિરે દર્શન કરતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો. મૈયાણી

જુનાગઢ-પોરબંદર તા. ૭ :.. રાષ્ટ્રીય સંત પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા 'ભાઇશ્રી' પ્રેરિત સુદામપુરી આધ્યાત્મિક કેન્દ્ર સાંદિપની વિદ્ય નિકેતન (હરિ મંદિર) ની મુલાકાતે તાજેતરમાં જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. જે. પી. મૈયાણીએ મુલાકાત લઇ હરિ મંદિરના દર્શન કરી ભાવવિભોર બન્યા હતાં.

કુલપતિ હરિમંદિરના દર્શને પધાર્યા ત્યારે મંદિરના મુખ્યાજી રમણીકભાઇ જોષી, રાજેશભાઇ દવેએ ઉષ્માવસ્ત્ર અને પ્રસાદ અર્પણ કરીને આવકાર્યા હતાં.

આ પ્રસંગે જૂનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો. જે. પી. મૈયાણીએ જણાવ્યું હતું કે ભારતના સાંસ્કૃતિક જીવનધારાઓ, સંસ્કારોને આપણી રામકથા, કૃષ્ણકથાઓએ આપણા સમાજને વધારે આદર્શ શીલ અને આપણા જીવન મૂલ્યોને વધારે મજબૂત કરેલ છે.

આ મુંબઇથી પ. પૂ. શ્રી રમેશભાઇ ઓઝા તથા તેઓના ભાઇશ્રી ગૌતમભાઇ ઓઝા એ કુલપતિશ્રીને ફોનિક આશીર્વાદ પાઠવ્યા હતાં. મુલાકાત વેળાએ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કેન્દ્રના નિયામક ડો. અંબાદાનભાઇ રોહડિયા, કુતિયાણાની એસ. એમ. જોડાજો આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિ. ડો. નવઘણભાઇ ઓડેદરા, કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડા, સૌ. યુનિ. ગુજરાતી ભવનના ડેપ્યુટી ડાયરેકટર ડો. જે. એમ. ચંદ્રાવાડીયા, જાણીતા પત્રકર ડો. રાજુલ દવે સાંદીપની પરિવારના ઋષ્કિુમાર શૈલેષભાઇ મહેતા જોડાયા હતાં.

(11:30 am IST)