Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પાંચ મહીના પહેલા રહસ્યમય રીતે મોત પામેલા મુસ્લિમ યુવાનની સ્કોર્પીયો જીપ ભુજ નજીક તળાવમાંથી મળી આવતા ચકચાર

સપ્ટેમ્બર ૧૭ માં રહસ્યમય મોત થયા બદ મૃતક સિદીક પઢીયારનં પરિવારજનોએ મોથાળા (અબડાસા) ની યુવતી સામે આંગળી ચીંધી હતી

ભુજ તા. ૭ :.. અબડાસાના રામપર ગામનાં સીદીક ઉરસ પઢીયાર નામનાં યુવાનની લાશ ગત તા. ૧૬ સપ્ટેમ્બરે ભારાસર ભુજ નજીક માવજી તળાવડી  પાસેથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી.

જે તે સમયે મૃતક યુવાનના પરિવારજનોએ હત્યાની શંકા દર્શાવી ને માંથાળાની જ મુસ્લિમ યુવતી વિરૂધ્ધ આંગળી ચીંધી હતી. તે સમયે ભુજથી સ્કોર્પીયો જીપ દ્વરા પરત ઘેર આવવા નીકળેલા સીદીકની જીપ પણ ગુમ હોવાનું જણાવાયું હતું.

પાંચ મહીન બાદ પાણી ઓસરતાં અ સ્કોર્પીયો જીપ જયાંથી લાશ મળી હતી તે તળાવમાંથી જ મળી આવતાં ફરી એકવાર આ મામલો ગરમ બન્યો છે. એલસીબી પોલીસે જીપ કબ્જે કરીને આ કેસની વધુ તપાસ માનકુવા પોલીસને સોંપી છે.

(11:26 am IST)