Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વઢવાણના ગણપતિ ફાટસરમાં દલિત યુવક ઉપર ભરવાડ શખ્સોનો હૂમલો

વઢવાણ તા. ૭ :.. સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ગણપતિ ફાટશરમાં રહેતા અજીતભાઇ લક્ષ્મણભાઇ મકવાણા ઉપર હૂમલો કરીને જાતિ પ્રત્યે અપમાનીત કરતા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગણપતિ ફાટશરનાં અજીતભઇ મકવાણાએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તે આરટીઓ કચેરી સુરેન્દ્રનગરમાં પેઇન્ટીંગ કામ માટે આવતા હતાં.

ત્યારે છેલાભાઇ નાગજીભાઇ ભરવાડ, નવઘણ નાગજીભાઇ ભરવાડ, બીજલભાઇ ભરવાડ સહિતનાએ 'તુ અહી કેમ પેઇન્ટીંગ કમ કરવા આવે છે, અહી અમારા ભરવાડ - રબારીને કામ કરવાનું છે. તારે અહીં કામ કરવા અવવુ નહી, રબારી - ભરવાડ ગાડી પેઇન્ટીંગ કરવી નહી, તેમ કહીને જાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતાં.'

આ ઉપરાંત દિનેશ ભરવાડે 'મારો તેમજ કાઢો' તેમ કહીને આરોપીઓ સાથે મદદગારી કરી હતી. અને અન્ય આરોપીઓએ લોખંડના પાઇપથી ઇજા કરીને મુંઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી  હતી. આ અંગે તપાસ કરીને આરોપીઓને ઝડપી લેવા અજીતભાઇ મકવાણાએ માંગણી કરી છે.

(11:24 am IST)