Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જોડિયાના આમરણ ચોવીસી પંથકમાં ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારો

 આમરણ તા. ૭ : આમરણ ચોવીસી પંથકના આમરણ સહિત બેલા, ઉટબેટ શામપરા, ધૂળકોટ, ફાટસર, પાડાબેકર, બીમકટા, જામસર વગેરે ગ્રામપંચાયતોની પરમદિને યોજાઇ ગયેલ. રસાકસી ભરી ચૂંટણી બાદ પરિણામો જાહેર થયા છે.

જેમાં આમરણમાં મોહનભાઇ મલાભાઇ પરમાર, બેલામાં શિવલાલ ટી. કાસુન્દ્રા, ઉટબેટમાં હંસાબેન જેરામભાઇ પરમાર, ધૂળકોટમાં નટવરલાલ ટી. રાઘવાણી, ભીમકટામાં બળવંતસિંહ જી. જાડેજા અને જામસરમાં સરપંચ પદે મોતીભાઇનું જી. ગાંગાણી વિજેતા થયા છે.

(9:43 am IST)