Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વડિયા - બાંટવાદેવળીનો બિસ્મારઃ આંદોલનની ચિમકી

 વડિયા : બાટવાદેવળી સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે મગરમચ્છની પીઠ સમાનઙ્ગછેલ્લા પાંચ થી છ વર્ષ થી ગોઠણ-ગોઠણ સમાન ખાડા છે. આ વિસ્તારમાં બિસ્માર રોડ મુદ્દે અન્યાય સહન કરી રહેલા વડિયા બાટવાદેવળી વિસ્તારના મતદાતાઓ માટે સરપંચની રજૂઆતો ને ઠોકરે ચડાવતા, ધારાસભ્ય અને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સદસ્યો ના કાયમી ધોરણે દર્શન દુર્લભ થયેલા છે.હમેશા વડિયા અને બાટવાદેવળી વિસ્તારમાં રહેતા લોકો નો ઉપયોગ કરી મત મેળવી વિસરી જવાની ટેવ રાખી રહેલા આગેવાનો વિધાનસભાની ચુંટણીમા હાલના ગુજરાતના વિરોધપક્ષના નેતા આ રોડ વિસ દિવસમાં બનીજશેની લોલીપોપ આપીને દર્શન દુર્લભ થયા છે. વડિયા વિસ્તારમાં કોઈપણ દુર્ઘટના બને તો સારવાર અર્થે રાજકોટ નો આ એકજ મગરમચ્છ સમાન રસ્તો છે તેમજ આ રોડ ઉપર કેટલીયે ૧૦૮ એમ્બ્યુલન્સ મા ડીલેવરીઓ થઈ ગઈ છે અને અમુક મા ના દીકરા ઓ ભોગ બની ચુકયા છે અકસ્માતોમાં પણ મત મેળવવામાટે દુઃખના ભાગીદાર થઈ જાય છે નેતાઓ પછી લોલીપોપ આપીને વિસરી જાય છે પોતાની સુવિધાઓ ઉભીકરીને મતદાતાઓને ભૂલી જાય છે પાયાના પ્રશ્નોને વાંચા આપવા માટે વિકાસ કરવાની ખેવના ધરાવતા બાટવાદેવળી ના સરપચ યતીનભાઈના જણાવ્યા મુજબ આ રોડ પાંચ દિવસમાં બનાવવામાં નહિ આવે તો અમો બાટવાદેવળી થી વડીયા રોડ મુકામે વિશાળ સંખ્યામાં બાટવાદેવળી ની પબ્લિક રસ્તા પર ઉતરી આવશે અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે રોડ રસ્તા ખોદીનાંખશું, અને વાહન રોકોના આંદોલન કરશુ જેમાં કોઈ પણ ને કોઈ ઇજા પહોંચશે કે નુકશાની થશે તેની તમામ જવાબદારી જે ચૂંટાયેલા નેતા કે સરકારની રહેશે એવું બાટવાદેવળીના સરપંચે જણાવ્યું છે. (તસ્વીર - અહેવાલ : જીતેશગીરી ગોસાઇ, વડિયા)

(9:42 am IST)