Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકોની મત ગણતરી વેળાએ ફરજ બજાવનાર કર્મચારીઓની તાલીમ શિબિર યોજાઈ

- વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જીલ્લા કલેકટર કે.સી.સંપટની અધ્યક્ષતામાં તાલીમ અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાની 05 વિધાનસભા બેઠકોની મત ગણતરી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની તાલીમ શિબિર યોજાઈ. વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જીલ્લા કલેકટર કે.સી.સંપટની અધ્યક્ષતામાં તાલીમ આપવામાં આવી હતી.

  105  સુપરવાઈઝર, 105  કાઉન્ટીંગ આસિસ્ટન્ટ અને 105 માઈક્રો ઓબઝર્વર સહિત કુલ 315 કર્મચારીઓ મત ગણતરી દરમિયાન ફરજ બજાવશે. આ તાલીમ દરમિયાન ધ્રાંગધ્રા, વઢવાણ, ચોટીલા, લીંબડી અને દસાડા વિધાનસભાના ચૂંટણી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા

(8:30 pm IST)