Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોરબીના બહાદુરગઢ ગામે ટેન્‍કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ પકડાયુ : ત્રણની ધરપકડ

ટેન્‍કર તથા બોલેરો સહિત ૨૯.૮૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે : મોરબી એલસીબી ટીમનો દરોડો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૬ : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં ગેસ ટેન્‍કરમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. એલ.સી.બી. પોલીસે રેડ કરી ૩ ઇસમોની ધરપકડ કરી ૨૯.૮૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્‍કવોડનાᅠહેડ કોન્‍સ.ᅠશકિતસિંહ ઝાલા,ચંદુભાઇ કાણોતરા તથાᅠપો.કો.ᅠરણવીરસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા. એ સમયે તેમને બાતમી મળી હતી કે,ᅠમોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા નજીક અમુક ઇસમો અનઅધિકૃત રીતે ગેસ કટીંગનું કૌભાંડ આચરે છે. જેના આધારે પોલીસે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા સામે આવેલ શેરેપંજાબ હોટલ નજીક,ᅠઅવધ વે બ્રીજ પાછળ,ᅠબામણકા સીમ જતા રસ્‍તે બહાદુરગઢ ગામની સીમમાં ખુલ્લી જગ્‍યામાં વોચ ગોઠવી હતી.એ દરમિયાન બોલેરો ગાડી નં.ᅠGJ-03-BV-8052માં મૂળ રાજકોટ રહેતા આરોપી જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામ તથા પ્રદિપ ઉર્ફે લાલો મુળુ આહિર ઘટના સ્‍થળે આવ્‍યા હતા. અને રાજસ્‍થાન રહેતો રામસીંગ વિજયસીંગ રાઠોડ ગેસ ભરેલ ટેન્‍કર નં.ᅠHR-38-7-0853ᅠસાથે ત્‍યાં આવ્‍યો હતો. આરોપીઓ ગેસ કટિંગનું કૌભાંડ આચારે એ પૂર્વે જ પોલીસકર્મીઓએ તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં સામે આવ્‍યું હતું કે,ᅠઆરોપી જીજ્ઞેશ તથા પ્રદિપ રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતા ગેસના ટેન્‍કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરી ડ્રાઇવરો સાથે મેળાપીપણુ કરીને ગેસ ભરેલ ટેન્‍કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્‍થો સીલેન્‍ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતાં હતા.જેથી પોલીસે ગેસ ભરેલ ટેન્‍કર ગેસના જથ્‍થા સહિતની ફૂલ કિંમત રૂપિયા ૨૬,૧૨,૪૨૪,ᅠગેસના સીલેન્‍ડર નંગ-૨૮ કિ.રૂ. ૫૬૦૦૦, બોલેરો ગાડી કીમત રૂપિયા ૩,૦૦,૦૦૦, ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્‍બરની વાલ્‍વવાળી પાઇપ નંગ-૦૧ કિં. રૂ.૨,૦૦૦,ᅠએન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૩ કિં.રૂ.૧૫,૦૦૦ મળી કૂલ રૂ.૨૯,૮૫,૪૨૪નો મુદામાલ જપ્ત કરી ત્રણેય ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં એન.એચ.ચુડાસમા ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર,ᅠએ.ડી.જાડેજા પો.સ.ઇ. એલ.સી.બી. તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્‍કવોડ,ᅠટેકનીકલટીમ તથા એ.એચ.ટી.યુ.સ્‍ટાફના માણસો સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

(2:10 pm IST)