Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કલ્યાણપુરના કાનપર શેરડી ગામે અનૈતિક સંબંધોનો કરૃણ અંજામઃ યુવાનની કરપીણ હત્યા

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળિયા તા.૬ : કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે તાજેતરમાં એક યુવતીના ઘરમાં ગયેલ લાલપુરત ાલુકાના મોડપર ગામના રહીશ યુવાને આ યુવતીના પરિવારજનોએ સાથે મળી અને આ યુવાનની ઘાતકી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે સંદર્ભે પાંચ શખ્સોસામે ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મોડપર ગામે રહેતો ભરતભાઇ રામાભાઇ ગાગીયા નામનો ૩૦ વર્ષનો આહિર તા.રપ-ર૬ સપ્ટેમ્બરના રોજ રાત્રીના એકાદ વાગ્યે કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં ગયો હતો. ત્યાં આ પરિવારની યુવતી હોય, આ યુવતીને  મળવાગયેલા ભરતભાઇ ગાગીયા અંગેનીજાણ યુવતીના પરિવારજનોને થઇગઇ હતી.

યુવતીના રૃમમાંથી ભરતભાઇ ગાગીયા મળી આવતા આ યુવતીના પરિવારજનો વિરા માલદે ભાદરકા, ખીમા માલદે, ભાદરકા મેરામણ, ઉર્ફે મેરા માલદે ભાદરકા, મેરામણ ઉફે મેરગ અરજણ ભાદરકા અને દિનેશ હરદાસ ભાદરકા નામના પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી યુવતીના ઘરે આવેલા ભરતભાઇને મારીનાખવાના ઇરાદાથી લાકડી, લોખંડના પાઇપ વિગેરે જેવા જીવલેણ હથિયારોથી તુટી પડયા હતા.

આ ઘાતક હુમલા દરમિયાન આરોપી શખ્સોએ ભરતભાઇના શરીરના જુદા જુદાભાગોમાં માર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબોએ ભરતભાઇને મૃત્યુ જાહેર કર્યા હતા. બનાવના બીજા દિવસે જ યુવાનના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ અંતિમ સંસ્કાર બાદ કોઇ કારણોસર મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે.

મૃતક તથા આરોપી પરિવરજનો દુરના સગા થતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઇ નારણભાઇ રામાભાઇ ગાગીયા (ઉ.વ.૩૦, રહે. મોડપર)ની ફરિયાદ પરથી  ૩૦ર સાથે રાયોટીંગની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા ૩રપ, ૩ર૩, પ૦૬ (ર) તથા જી.પી.એકટની કલમ મુજબ ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનની હત્યાનો બનાવ બનતા ડીવાયએસપી ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ પ્રકરણમાં કલ્યાણપુરના પી.એસ.આઇ. એમ.આર.સવસેટાએ જરૃરી કાર્યવાહી કરી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે નાના એવા કાનપર શેરડી વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

(12:31 pm IST)