Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન : ભાવનગરમાં હળવો વરસાદ

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે ભાવનગરમાં હળવો વરસાદ પડયો હતો.

ભાવનગર

લાંબા સમયના વિરામ બાદ ભાવનગર શહેરમાં વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે સાંજે વરસાદી માહોલ બંધાયો હતો અને શહેરમાં એક મી.મી.વરસાદ પડી ગયો હતો.

શહેરમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો.ઙ્ગ સાંજે ફરી વરસાદી માહોલ ઉભો થયો હતો અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જયારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો ન હતો.ઙ્ગ

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી અને લઘુત્ત્।મ તાપમાન ૨૫.૨ ડિગ્રી નોંધાયુ છે .જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯% અને પવનની ઝડપ ૧૮ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી. આજે ભાવનગર શહેરમાં ૧ મી.મી .વરસાદ નોંધાયો છે.

(11:55 am IST)