Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ગોંડલના સંગ્રામસિંહ હાઇસ્‍કુલના મેદાનમાં રાવણ દહનમાં લોકોની ભીડ જામી

ગોંડલ : વિજયાદશમી  નિમિતે  બજરંગદળ તથા વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા સંગ્રામસિંહ હાઇસ્‍કુલના મેદાનમા રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. વિહિપ પ્રમુખ રશ્‍મીનભાઇ અગ્રાવત, મહામંત્રી મયુરભાઇ મહેતા બજરંગદળ પ્રમુખ જય ખંધેડીયા, ગોપાલભાઇ ભુવા, સંતો મહંતો સહિત કાર્યકરોએ વ્‍યવસ્‍થા જાળવી હતી. રાવણ દહન કાર્યક્રમમાં વિશાળ જનમેદની એકઠી થઇ હતી. (અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય - તસ્‍વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(11:51 am IST)