Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ગોંડલ પાસે કાર હડફેટે યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનારને પકડોઃ એસપીને રજુઆત

કારના બોનેટ ઉપર યુવાનને લટકાવી ૫૦૦ મીટર સુધી લઇ જઇ હત્‍યાનો પ્રયાસ કર્યો'તોઃ ભોગ બનનાર દશરથસિંહ વાઘેલાની રજુઆત

ગોંડલ,તા. ૬ : ગોંડલ જેતપુર રોડ, નંદનવન સોસાયટી, દાસીજીવણ પાર્ટી પ્‍લોટની સામે, રહેતા મૂળ બંધિયા ગામના દશરથસિંહ વિક્રમસિંહ વાધેલાએ લલીતભાઈ ઠુંમર વિરૂધ્‍ધ ગોંડલ સીટી પોલીસ મથકમાં આઈ.પી.સી.કલમ-૩૦૭, ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૨૭૯, મુજબ ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ તાકીદે આરોપી ને ઝડપી કાર્યવાહી કરવામાં આવતી ન હોય દશરથસિંહ દ્વારા જિલ્લા પોલીસ વડા ને લેખિતમાં રજૂઆત કરી આરોપી વિરૂધ્‍ધ તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રજૂઆત માં જણાવાયું હતું કે તેઓ ગત તા.૨૯/૦૯/૨૦૨૨ ના રોજ સવારના ૧૦.૦૦ વાગ્‍યાના અરસામાં જેતપુર જવા માટે જામવાડી ચોકડી હાઇવે વાહનની રાહ જોઈ ઉભા હતા, તે વખતે લલીતભાઇ ઠુંમર મારૂતી સ્‍વીફટ જીજે-જેઆરラ૩૮૮૧, વાળુ વાહન લઈને નિકળેલા અને ગાડી નો અરીસો અથડાતા વાહન ધીમે ચલાવવા કહેતા કાર ચાલક ઉશ્‍કેરાઈ ગયેલો અને થપ્‍પડો મારીને તેનું વાહન માથે ચડાવતા પ્રયત્‍ન કરતા વાહનનુંᅠ બોનેટ પકડી લેતા ચાલકે મોત નિપજાવવા ફીલ્‍મી ઢબે પ૦૦ મીટર સુધી પુરઝડપે લઈ ગયેલ અને ત્‍યાર બાદ વાહન કાબુમાં ન રહેતા વાહન અથડાઈને પલ્‍ટી મારી જતા ફંગોળાઈ જતાᅠ ઈજા પહોંચેલ હતી અને હાલ સારવાર હેઠળ છે, બનાવ અંગેના સીસીટીવી ફુટેજ પણ છે, તેમજ આરોપી વિરૂધ્‍ધ ગોંડલ સીટી પોલીસમાંᅠ આઈ.પી.સી.કલમ-૩૦૭, ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૨૭૯, મુજબનો ગુન્‍હો દાખલ થયેલ છે, પરંતુ આ કામના આરોપી ખુબજ પૈસા પાત્ર અને રાજકીય વગ વાળો હોય તેમની વિરૂધ્‍ધ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી કે અટક કરવામાં આવેલ નથી અને જો આવી રીતે આરોપીઓને છાવરવામાં આવશે તો આવા આરોપીઓને પ્રોત્‍સાહન મળે અને વધુ ગુન્‍હા કરવા માટે અને રોફ જમાવવા પ્રોત્‍સાહન મળશે, જેથી અમો અરજદારને ન્‍યાય મળે તેવા આદેશ કરવા અંત માં માંગ કરી હતી.

(11:51 am IST)