Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જામકંડોરણામાં પુષ્ટી રાસોત્સવ યોજાયોઃ ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ પરિવાર સાથે રાસોત્સવમાં ભાગ લીધો

જામકંડોરણામાં વ્રજ વલ્લભસોશ્યલ ગ્રુપ દ્વારા વૈષ્ણવ સમાજ ખાતે પુષ્ટિ રાસોત્સવ યોજાયો હતો. આ રાસોત્સવ પ્રસંગે પુ.પા. ગો. ૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીએ હાજરીઆપી હતી. આ પ્રસંગે જામકંડોરણા વ્રજ વલ્લભ સોશ્યલ ગ્રુપના પ્રમુખશ્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ પરિવાર સાથેહાજરી આપી હતી અને પુ.પા. ગો. ૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયના આશિર્વાદથી લઇને સહ પરિવાર પુષ્ટિ રાસનો આનંદ લીધો હતો આ રાસોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ બહેનો હાજરી આપી ભાવભેર રાસ લીધા હતા. આ રાસોત્સવના કાર્યક્રમને દિપાવાવ જામકંડોરણા વ્રજ વલ્લભ સોશ્યલ ગ્રુપના કાર્યકરોએ જહેમત ઉઠાવી સુંદિ આયોજન કર્યુ હતુ. (તસ્વીર : અહેવાલ : મનસુખભાઇ બાલધા - જામકંડોરણા)

(11:44 am IST)