Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ધોરાજીમાં હિન્‍દુ યુવક સંઘ દ્વારા વિજયા દશમી નિમિત્તે રાવણ દહન

  ધોરાજી : ધોરાજીમાં હિન્‍દુ યુવક સંઘ દ્વારા વિજયા દશમી નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ યોજાયો. ધોરાજીના સ્‍ટેશન રોડ ખાતે ગોંડલ બાપુના બાવલા ચોક ખાતે હિન્‍દુ યુવક સમુદ્ર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી વિજયા દશમી મહોત્‍સવ સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા શરૂ કરાયેલા આ રાવણ દહન મહોત્‍સવ તેમના પુત્ર જયેશભાઈ રાદડિયા સુધી કાર્યક્રમ ચાલુ રાખ્‍યો છે. આજના આ રાવણ દહન કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસ બંને ધારાસભ્‍યો સાથે મળીને રાવણ દહન કરવામાં આવ્‍યું હતું જે એક આヘર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. રાવણ દહનના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં હિન્‍દુ સમાજ ઉમટી પડ્‍યો. એક કલાક સુધી ચાલેલી ભારે આતસબાજી બાદ ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાએ કોંગ્રેસના ધારાસભ્‍ય લલિત વસોયા ની હાજરીમાં રાવણ દહન કરાયું હતું. રાવણ દહન કાર્યક્રમમાં હિન્‍દુ યુવક સંઘના પ્રમુખ હરકિશનભઈ માવાણી કે.પી માવાણી કિશોરભાઈ રાઠોડ વી ડી પટેલ કાંતિભાઈ જાગાણી જયસુખભાઈ ઠેસીયા હરેશભાઈ હેરભા જનકસિંહ જાડેજા રાજુભાઈ ડાંગર નીતિનભાઈ જાગાણી વગેરે અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : કિશોર રાઠોડ)

(11:43 am IST)