Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા પૂતળા દહન

ભાવનગર,તા. ૬ : આમ આદમી પાર્ટીના યુવા મોરચા સંગઠન દ્વારા ભાજપના વિરોધમાં પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. પોલીસે પુતળા દહન કાર્યક્રમ નિષ્‍ફળ બનાવી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

ઘોઘા ગેટ ખાતે યુવા મોરચા અને પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પુતળા સાથે આવ્‍યા હતા. જો કે પુતળા દહન કરે તે પહેલા જ પોલીસે પુતળુ આંચકી લઇ કાર્યવાહી કરી હતી.

આમ આદમી પાર્ટી અને યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ વિરોધી સુત્રોચ્‍ચાર કર્યો હતો.

કાર્યક્રમ સ્‍થળ હાજર પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

(10:33 am IST)