Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પોરબંદરની સાર્વજનિક પુસ્તકાલયમાં ગાંધીજીના અલભ્ય પુસ્તકોના પ્રદર્શનનો કાલે છેલ્લો દિવસ

પુસ્તક પ્રદર્શન સવારે ૧૧ થી સાંજે પ સુધી નિહાળી શકાશે : ગાંધીજીની ૧પ૧ મી જયંતીએ આયોજન

પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ દીપ પ્રાગટયથી કરેલ તે તસ્વીર.

પોરબંદર, તા. ૬ : મહાત્માગાંધી ૧પ૧ મી જન્મજયંતિ નિમિત્તે પોરબંદરની ભારતોદય મંડળ સાર્વજનિક પુસ્તકાલય ખાતે ગાંધીજીના અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન તા. ૭ સુધી યોજાયું છે. ગાંધીજીને મોહનમાંથી મહાત્મા બનાવવામાં પુસ્તકોનો ફાળો પ્રદર્શન  સવાર ૧૧ થી સાંજના પ-૦૦ સુધી નિહાળી શકાશે.

છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત ગાંધી પ્રેમી સ્વ. મથુરાદાસ ભુપ્તા ભારતોદય મંડળ સંચાલિત સાર્વજનિક લાઇબ્રેરી ખાતે તાજેતરમાં પુજય મહાત્મા ગાંધીજીની ૧પ૧ ની જન્મજયંતિ અને દેશની પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ૧૧૬ મી જન્મ જયંતિ ઉપલક્ષ્યમાં ગાંધીનગર ગ્રંથાલય નિયામકની કચેરીના ઉપક્રમે મહાત્મા ગાંધીજીના અલભ્ય પુસતકોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું.

સમાજ શ્રેષ્ઠી સ્વ. નટુભાઇ દત્તા તથા સ્વ. પ્રદીપભાઇ દત્તાના નિધન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.

ભારતોદય મંડળ સાર્વજનિક પુસ્તકાલયના મંત્રી મુકેશભાઇ દત્તાએ આ પ્રદર્શનને ખુલ્લુ મુકતા જણાવ્યું હતું કે કોઇપણ વાયકને આ ગ્રંથાલયમાં પુસ્તક પ્રાપ્ત ન હોય તો પણ સુચન કરશે તો ખરીદીને પણ વાંચવા માટે આપીશું  ઉપરાંત આવનારા દિવસોમાં આ લાયબ્રેરીનું કમ્પ્યુટરાઇઝ કરવામાં આવશે.

ડો. વિ.આર. ગોઢાણીયા બી.એઙ કોલેજના ડાટરેકટર અને કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાએ જણાવ્યું હતું કે ગાંધીજીના જીવનમાં અનટુધીસ લાસ્ટ અને ટોલ સ્ટોપનું વૈકુંઠ તારા હૃદયમાં છે અને બે પુસ્તકોની જબરી અસર  થઇ હતી ઇ.સ. ૧૯૦૯ માં લંડનથી દ. આફ્રિકા આવતા આગબોરમાં ભારતનું ચિંતન કરીને હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું હતું. આમ મહાત્માં ગાંધીજીને મોહનમાંથી મહાત્મા બનાવવામાં પુસ્તકોનો ફાળો મુલ્યવાન હતો.

આ પ્રસંગ નિવૃત્ત  ડો. ચાંચીયા એ પુસ્તકાલય ગાંધી વિશે ચિંતન-મંથન કરનાર વાચકો અને સંશોધકોને ઉપયોગી પુરવાર થાય તેવા છે. આ ગ્રંથાલયના વાચક પાર્થભાઇ રામાવતે પોતાના પ્રતિભાવમાં મારા જીવનના વિકાસમાં આ પુસ્તકાલયનો ફાળો અપ્રતિમ રહ્યાનો ભાવ વ્યકત કર્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઇ કારીયાએ શુભેચ્છા સંદેશો પાઠવેલ હતો.

સ્વાગત પ્રવચન ગ્રંથપાલ લલિતાબેન પાણખણીયાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બગવદર સરકારી હાઇસ્કુલના નિવૃત આચાર્ય શ્રી ભીખુભાઇ ચાવડાએ સંભાળ્યું હતું. આભાર દર્શન ગ્રંથાલયના કેયુરીબેન કોરીયાએ કરી હતી. આ તકે ગ્રંથાલયને રપ હજારનું દાન આપનાર પ્રવીણભાઇ છોટાલાલ શાહ ને પણ બિરદાવામાં આવેલ હતા.

આ કાર્યક્રમમાં ખાદી ભવનના વ્યવસ્થાપક રમેશભાઇ વિઠલાણી, દીપકભાઇ માખેચા, જયંતી છાંયા, સંદીપ પાઠક, કમલેશ જોષી, હર્ષિત કાણકીયા, સહિત ગ્રંથાલયનો સેનેટરાઇઝ, સોશ્સીયલ ડીસ્ટન્સ, માસ્ક સાથેના નિયમો જાળવી વાચનપ્રેમીઓ હાજર રહ્યા હતાં.

આ પુસ્તકાલયાના પુસ્તકોનો લાભ વિદ્યાર્થીઓ, સંશોધકો અને ગાંધીપ્રેમી અને વાચન પ્રેમી લોકોને લેવા ગ્રંથપાલ શ્રી લલિતાબેન પાણખણીયા દ્વારા અનુરોધ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીજીના ગાંધીવાદી સ્વ. મથુરાદાસ ભુપ્તાએ મહાત્મા ગાંધીજીના વિચારો અને આદર્શો આમ પ્રજામાં વહેતા થાય તેવા ઉમદા હેતુસર 'ખાદી ભંડાર' અને ગ્રંથાલયની સ્થાપના કરી હતી જે પોરબંદર માટે ગૌરવરૂપ છે. ગ્રંથાલયમાં વિવિધ વિષયોના ૧૭૦૦૦ થી વધારે પુસ્તકો છે. જેમાં ગુજરાતીના ૧૦,૦૦૦ હિન્દીના ૩૦૦૦ અંગ્રેજીના ૪૦૦૦ સહિત અન્ય ભાષાના પુસ્તકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે આવતા વિદ્યાર્થીઓ માટે ૪૦ જેટલા મેગેઝીનો અને ૦૮ જેટલા અખબારો મંગાવવામાં આવે છે હાલમાં લાઇબ્રેરીમાં સભ્ય સંખ્યા પ૦૦ ની છે ભાઇઓ અને બહેનો માટે વાંચનાલયમાં અલગ બેઠક વ્યવસ્થા છે.

(12:45 pm IST)