Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

માળીયા મિંયાણા પાસે પાઇપલાઇનને નુકશાન કરી પાણી ચોરી કર્યાની ફરીયાદ

માઇકા લેમીનેટ પ્રા. લી. કંપની સામે પોલીસમાં ફરીયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૬: માળીયા-મિંયાણાના રોહિશાળા નજીક આવેલ શાઇન માઇકા કંપનીના માલિકે ગેરકાયદેસર પાણીનું કનેકશન લગાડીને પાણી ચોરી કરી પાઈપલાઈનને નુકશાન કયું હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં થઇ છે

ફરિયાદી પરસોતમભાઇ દુદાભાઇ વાછાણીએ જણાવ્યું હતું કે, શાંતીલાલ વીરપરાએ પોતાની રોહીશાળા સી સર્વે નં.૧૨૧ પેકી-૨ મા આવેલ શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીવાળાએ જી.ડબલ્યુ.આઇ.એલ.ની એન.સી.૩૧ પાઇપ લાઇનમાથી કંપનીમા પાણી લઇ જવા માટે ૪૦ મી.મી.વ્યાસ વાળી પાઇપથી કનેકશન આપી પોતાની કંપનીના ઉપયોગ માટે તેમજ પોતાની કંપનીના માણસોના ઉપયોગ કરવાના હેતુ થી પાણી લઇ તેમજ પાણીનો પુરવઠામા ઘટાડો થવાનુ જાણતા હોવા છતાં પાણીનો બગાડ કરી તેમજ પાઇપ લાઇનને નુકશાન કર્યું છે.આ મુદ્દે માળીયા પોલીસે ઇ.પી.કો.કલમ-૪૩૦ તથા ગુજરાત ઘર વપરાશી પાણી પુરવઠા અધિનિયમ-૨૦૧૯ કલમ.૧૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:54 pm IST)