Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

પૂ. મુકતાનંદબાપુની જય અંબે હોસ્પિટલ - ચાંપરડામાં ગત સાલ હજારો દર્દીઓએ નિદાન - સારવારનો લાભ લઇ રાહત અનૂભવી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૬ : ચાંપરડા બ્રહ્માનંદ ધામમાં જય અંબે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ગત ૨૦૨૦માં દર્દથી પીડાતા દર્દીઓએ બહોળી સંખ્યામાં સારવાર લીધેલ હતી.વિસાવદર તાલુકાના ચાંપરડાના બ્રહ્માનંદ ધામમાં આવેલ જય અંબે સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં બહોળી સંખ્યામાં જિલ્લા, તાલુકા, સ્થાનિક તથા બહારથી આવતા પીડિત દર્દીઓએ સારવાર અર્થે જય અંબે હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

જય અંબે હોસ્પિટલ ચાંપરડા ગત ૨૦૨૦ માં હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં લાભાર્થી દર્દીઓની આંકડાકીય માહિતી સર્જરી વિભાગ ૧૧૯૧૨, ફિઝીયોથેરાપી ૫૮૮૧, ગાયનેક ૧૨૩૮૧, મેડિસિન ૧૨૧૮૬, ડેન્ટલ ૬૧૪૨, ઓપ્થાલ (આંખ વિભાગ) ૧૧૯૭૧, સોનોગ્રાફી ૧૨૧૩૦, ઓર્થોપેડિક ૨૧૯૪૪, લેબોરેટરી ૨૪૯૫૬, એકસ-રે ૧૬૯૪૧, ટીબી સેન્ટર ૪૧૮૧, ઇમરજન્સી સારવાર ૨૯૭૧નો સમાવેશ થાય છે.ગત સાલ ૨૦૨૦માં જુદા જુદા વિભાગોમાં દર્દીઓએ સારવાર લઈ રાહત અનુભવી હતી.

જય અંબે હોસ્પિટલના સ્થાપક અને ક્રાંતિકારી સંત એવા પૂ. મુકતાનંદ બાપુનું એક સ્વપ્ન હતું. કે બ્રહ્માનંદ ધામ કેમ્પસમાં તમામ સુવિધાઓથી ઉપલબ્ધ એવી એક અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થાય. અને એ સ્વપ્નું દાતાઓના સહયોગથી સાકાર થયેલ છે.

નિત્યક્રમ મુજબ દરરોજ પૂજય બાપુ જય અંબે હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓ પાસે જઈ તેમની તબિયત અંગે પૃચ્છા કરી સાથોસાથ હોસ્પિટલ માં મળતી સુવિધાઓ, પડતી મુશ્કેલીઓ હોસ્પિટલના સમગ્ર ડોકટર્સ સ્ટાફ, દર્દીઓના ભોજન વ્યવસ્થા બાબતે દર્દીઓ સાથે આવેલા તેમના પ્રતિનિધિઓ મારફત પ્રતિભાવો જાણી જરૂર જણાય ત્યાં હોસ્પિટલ વ્યવસ્થાપક કમિટીને ખામી અને ખૂબી બાબતે વિનમ્ર ભાવે જણાવતા રહે છે.

(1:29 pm IST)