Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

વિવેકાનંદજીની વિચારધારાને વહેતી કરવા અમદાવાદના બે યુવાનો દ્વારા ભારત દેશનું પગપાળા ભ્રમણ

(નિતીન વસાણી) નવાગઢ તા. ૬ : અમદાવાદના રૂપેસ ને લૌકેસ નામના યુવાનો આજના વ્યસનના રવાડે ચડી ગયેલા યુવાનોને સહી રાહ દેખાડવા પુરા ભારત દેશનુ પગપાલા કરી રહયા છે ભ્રમણ કરતા તાજેતરમા સૌરાષ્ટ્રમાં પ્રવેશ પહેલા સાંરગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજીના ચરણોમા શીષ નમાવીયુ હતુ

ઘોળકાના અગ્રણી રઘુવંશી રાજુભાઈ ઠકકર એ માહીતી આપતા જણાવીયુ કે અમદાવાદના લોકેસ સમા ને રૂપેસ મકવાણા નામના યુવાનો પોતાના આ ઉચ્ચ ઘ્યેય સાથે ઘોળકા પહોચ્યા હતા તથા સાથી મિત્ર મનુભાઈ તથા નિલેશભાઈ બેડીયા સહીતનાએ આ યુવાનોને સત્કાર્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે અમો બચપનથી જ શ્રી વિવેકાંનદજીના ઉપાસક છીએ ને તેમની પ્રેરણાથી આજના અમુક યુવાનો કે જે વ્યસનના રવાડે ચડી પોતાની અમુલ્ય જીંદગી બરબાદ કરી રહયા છે તેને સમજાવી સહી રાહ ઉપર લઇ આવવાનો પ્રયાસ છે.

આ બન્ને યુવાનો છેલ્લા કેટલાય મહિનાઓ થયા સ્વામી વિવેકાનંદજીની વિચારધારા લોકોમા વહાવી એક અનેરી કામગીરી કરી રહ્યા છે ને જે જે શહેરોમા જાય છે ત્યાં તેઓને અદ્ભુત આવકાર મળી રહ્યો છે.

(1:29 pm IST)