Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કચ્છના ચકચારી પોસ્ટ ઓફિસ કૌભાંડનો આરોપી સચિન ઠક્કર ભૂજ પોલીસ સ્ટેશનમાંથી ફરાર

રિમાન્ડ દરમ્યાન નાસી જતા ચકચાર ૩૪ લાખના કૌભાંડનો આંકડો અત્યારે ૧.રપ કરોડે પહોંચ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૬: કચ્છના બહુચર્ચિત એવા ભુજ રાવલવાડી પોસ્ટ ઓફીસ કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. પોસ્ટ ઉચાપતના મુખ્ય આરોપી એવો સચિન ઠક્કર રીમાન્ડ દરમ્યાન પોલિસની ગીરફતમાંથી ફરાર થઇ ગયો છે.

૫ દિવસના રીમાન્ડ બાદ તેના વધુ ૩ દિવસના રીમાન્ડ મંજુર થયા હતા. તે દરમ્યાન હાલ મળી રહેલી પ્રાથમીક વિગત મુજબ તે પોલિસને ચકમો આપી પોલિસ સ્ટેશનમાંથી ફરાર થઇ ગયો છે.

પોલિસના ઉચ્ચ અધિકારીઓ સહિત એ ડીવીઝન પોલિસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે પોલિસે હાલ વધુ તપાસ હાથ ધરી છે પોલિસે વધુ વિગત આપવાનું ટાળ્યું છે સીસીટીવીના આધારે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. લોકઅપ માંથી આરોપી ફરાર થઈ જવાની ઘટનાએ ચકચાર સર્જી છે.

(1:30 pm IST)