Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ધ્રાંગધ્રાનાં નવલગઢ પાસે સેલ્ફી લેવા જતા ૨ સગા ભાઇઓના કેનાલમાં ડુબી જવાથી મોત

બીજા બનાવમાં વધુ એક યુવકનું મોત : એક જ દિવસમાં ૩ના મોતથી અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૬: ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે પરપ્રાંતીય કામદારો ડુબી જતાં દોડધામ મચી જવા પામી હતી જે અંગેની જાણ અન્ય કામદારોને થતાં પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પરંતુ ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ફાયટર ટીમમાં તરવૈયાનો અભાવ હોય સુરેન્દ્રનગરથી નગરપાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ ડુબેલ બે યુવકો પૈકી એક કામદારની લાશને બહાર કાઢી હતી જયારે અન્ય કામદારની શોધખોળ હાથધરાઈ હતી. જયારે પ્રાથમિક તપાસમાં ડુબેલ બંન્ને યુવકો સગાભાઈઓ થતાં હતાં અને નવલગઢ ગામે આવેલ એગ્રો કંપનીમાં કામ કરતાં હતાં તેમ જ કેનાલ પર બેસીને મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યાં હતાં તે દરમ્યાન પગ લપસતાં મોત નીપજયું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે બંન્ને યુવકોના મોતથી શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી જેમાં બંન્ને પરપ્રાંતીય કામદારોના નામ (૧) વિક્રમ સજ્જનરામ મેગવાન ઉ.વ.૨૩ તથા (૨) જયોતીભાઈ સજ્જનરામ મેગવાન ઉ.વ.૨૨, મુળ રહે.એમ.પી. હાલ રહે.નવલગઢ ધ્રાગધ્રાવાળા હોવાનું બહાર આવ્યું હતું.

જયારે બીજા બનાવમાં ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક ડુબી જતાં પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા શોઘખોળ હાથધરવામાં આવી હતી પરંતુ યુવકનો કોઈ જ પત્ત્।ો લાગ્યો નહોતો અને સ્થાનીક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી અને મોડી સાંજે ગાજણવાવ કેનાલમાં ડુબલ યુવક રૂપાભાઈ સંડાભાઈ ભરવાડ ઉ.વ.૨૨ વાળાની લાશને પણ તરવૈયાનો ટીમે બહાર કાઢી હતી. આમ ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં ત્રણ યુવકો ડુબતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી જયારે સુરેન્દ્રનગર પાલિકાના વહિવટદાર સંજયકુમાર પંડયાની સુચનાથી ફાયર ફાયટર ટીમના મનોજભાઈ વ્યાસ, દેવાંગભાઈ દુધરેજીયા, હાસુભાઈ પરમાર, જય રાવલ, સંજય ચૌહાણ, રાહુલ ડોડીયા, ચેતન ભલગામડીયા, શકિતસિંહ પરમાર, જીગ્નેશ બારૈયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

ધાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ ત્યારબાદ સુરેન્દ્રનગર ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એક યુવકને બહાર કાઢવામાં આવતા મૃત્યુ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો બીજી તરફ હજુ ૨૪ કલાક બાદ પણ બીજા ભાઈ ના મૃતદેહને કોઈપણ જાતની ભાડ ફાયરબ્રિગેડની ટીમને મળી રહી નથી ઉલ્લેખનીય છે કે એક જ જાતે એક જ પરિવારના બે સગા ભાઈઓના મોત નીપજતાં પરિવાર પણ શોકમગ્ન બની જવા પામ્યો છે.

(11:48 am IST)