Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

લોધીકા તાલુકા પંચાયતની ૨ નંબરની સીટ પર ભરતસિંહ જાડેજા સતત ચોથી ટર્મ વિજેતા જાહેર થતા અભિનંદન વર્ષા

(સલીમ વલોરા દ્વારા) તા.પઃ તાજેતરમાં યોજાયેલ રાજકોટ જીલ્લા પંચાયત તથા લોધીકા તાલુકા પંચાયતની ચંૂટણીમાં લોધીકા-૨ની સીટ ઉપર જનસંઘ વખતના ભારતીય જનતા પક્ષના સંનિષ્ઠ સમર્પિત આગેવાન સ્વ.ગુમાનસિંહ માધુભા જાડેજાના પુત્ર ભરતસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતની લોધીકા-ર નંબરની સીટ ઉપર ૪૬૬ મતની જંગી લીડથી વિજેતા થયેલ છે. ભરતસિંહ જાડેજા બાલ્ય અવસ્થાથી રા.સ્વ.સંઘ, વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ તથા ભારતીય જનતા પક્ષના અદના કાર્યકર તરીકે વફાદારીથી કાર્ય કરતા આવેલ છે. તેમની પ્રંસંષનીય કામગીરીની નોંધ લઇ ભાજપ દ્વારા તાલુકા પંચાયતના સદસ્ય, પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતનાં સતત બે ટર્મ સુધી પ્રમુખની જવાબદારી નિભાવેલ છે. તેમની કાર્યકાળ દરમ્યાન, સફળતાપૂર્વક કાર્યો કરી પછાત ગણાતા લોધીકા તાલુકામાં રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો તાલુકામાં રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લોધીકા ગામ તથા તાલુકાનાં દરેક ગામને સારા પ્રમાણમાં લાભ અપાવી તાલુકાના વિકાસમાં મહત્વની કામગીરી કરેલ છે. હાલે લોધીકા તાલુકો વિકાસની કેડી ઉપર હરણફાળ ભરી રહેલ છે. તેમાં ભરતસિંહનું યોગદાન રહેલ છે.

લોધીકા-રની સીટ ઉપર તેમનો ભવ્ય વિજય થતા લોધીકા વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી ગયેલ છે. તેમને ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહેલ છે. આ તકે ભરતસિંહ જાડેજાએ પ્રદેશ ભાજપ, જીલ્લા ભાજપ, લોધીકા તાલુકાના દરેક નાના-મોટા આગેવાનો અને લોધીકા-ર વિસ્તારના તથા સાંગણવા ગામના મતદારો તથા કાર્યકરોનો પણ હૃદયથી આભાર વ્યકત કરેલ છે.

(11:36 am IST)