Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

વાંકાનેરના ધમલપર-૨માં ૧૦૦૮ શ્રી રણછોડદાસજીબાપુની પૂણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

વાંકાનેર, તા. ૫ :. ધમલપર-૨માં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ 'રામ ટેકરી' શ્રી જોગજતી હનુમાનજી ગુફાની પાવન તપોભૂમિ જ્યાં પ.પૂ. શ્રી શ્રી સદ્ગુરૂદેવ ૧૦૦૮ શ્રી રણછોડદાસજીબાપુએ આ પાવન તપોભૂમિમાં ભજન, તપસ્યા, આરાધના કરેલ છે. મહામારી હોય છતાંય પણ સોશ્યલ ડિસ્ટન્ટ રાખીને પ.પૂ. સદગુરૂદેવ ૧૦૦૮ ગુરૂદેવ શ્રી રણછોડદાસબાપુની (૩૫મી) પૂણ્યતિથિ મહોત્સવ અતિઆનંદ અને ઉત્સાહપૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શ્રી જોગજતી ગ્રુપ દ્વારા યોજાયેલ હતો. કાલે સવારના ૮.૦૦થી સાંજના ૫.૦૦ સુધી ૧૧ કુંડીનો મહાશ્રી વિષ્ણુ યજ્ઞ એવમ્ વિશ્વ કલ્યાણાર્થે યોજાયેલ હતો જે યજ્ઞમાં આચાર્ય પદે કચ્છના ગાંધીધામના શાસ્ત્રીજી શ્રી ધર્મેન્દ્રભાઈ પંડયા, શ્રી હિતેશભાઈ પંડયા, શ્રી શિવમભાઈ પંડયા, શ્રી અરિવનભાઈ ઉપાધ્યાય (ગાંધીધામ કચ્છ)ના ભૂદેવો તેમજ વાંકાનેરના શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી સતિષભાઈ પંડયાએ શાસ્ત્રોત્ક વિધિથી ભકિતમયના દિવ્ય વાતાવરણ વચ્ચે ૧૧ કુંડમાં શ્રી વિષ્ણુ મહાયજ્ઞની વિધિ કરાવેલ હતી. જેમા દરેક યજ્ઞમાં યજમાનો - સેવકો બેઠા હતા.

આ ઉપરાંત પૂ. ગુરૂદેવ શ્રી પૂણ્યતિથિ નિમિત્તે સાંજના ૬.૦૦ વાગ્યાથી મહાપ્રસાદ યોજાયેલ હતો. જે આ મહાપ્રસાદમાં માત્ર વાંકાનેર શહેર જ નહી પરંતુ અનેક શહેરોમાંથી કચ્છ, ઝાલાવાડ, રાજકોટ, જામનગર, ગીર વિસ્તાર-ગુજરાતભરમાંથી ભકતો પધારેલા હતા અને મહાપ્રસાદનો હજારોની સંખ્યામાં ભાવિકોેએ લાભ લીધો હતો.

'ગુફા'માં બિરાજતા શ્રી હનુમાનજીદાદા તેમજ ગુરૂદેવ શ્રી રણછોડદાસજીબાપુના દર્શનાર્થે હજારો ભાવિકો ઉમટેલા હતા. ભજન, ભોજન અને સત્સંગનો ત્રિવેણી મહાસમંદર યોજાયેલ હતો.

રાત્રીના સંતવાણી - ભજનના કાર્યક્રમમાં શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી દલસુખભાઈ પ્રજાપતિ, કચ્છીમાળુ હાસીયા ઉસ્તાદ એન્ડ ગ્રુપે રાત્રીભર અનેરા સંગીતની શૈલી સાથે ભજનોની રંગત જમાવી હતી. આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે 'શ્રી જોગજતી ગ્રુપ'એ જહેમત ઉઠાવેલ હતી.

(11:35 am IST)