Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

કલેક્ટર કચેરી પાટણ ખાતે 23 મી ફેબ્રુઆરીના જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 23.02.2023 (ગુરૂવાર)ના રોજ 11.00 કલાકે યોજાશે.
આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન/રજૂઆત કરવા માંગતા હોય તો તેઓએ પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમ્યાન તા.10.02.2023 સમય ૧૬.00 કલાક સુધી કલેક્ટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે અને અરજદારએ જાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નિયત તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટ કેસો હોય તે બાબતના, ન્યાયિક કે અર્ઘ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાનાં રહેશે નહિ. તેમજ પ્રથમવાર
અરજી કરતાં હોય તેવા પ્રશ્નો પણ રજૂ કરવા નહિ. એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે તે બાબત પણ ધ્યાનમાં લેવી. અરજીના મથાળે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ
લખવાનું રહેશે. તદઉપરાંત આ અરજી બે નકલમાં જરૂરી પુરાવાઓ સાથે આપવાની રહેશે.

 

(11:02 pm IST)