Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબી: સમસ્ત ખવાસ (રજપુત)જ્ઞાતિ અને યુવક મંડળ દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાશે.

મોરબીમાં આગામી ૧૨ ફેબ્રુઆરીના રોજ સમસ્ત ખવાસ (રજપુત)જ્ઞાતિ તથા શ્રી ખવાસ (રજપુત) જ્ઞાતિ યુવક મંડળ દ્વારા સર્વે જ્ઞાતિજનો માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાશે

મોરબીમાં આગામી ૧૨ ફેબ્રુઆરીના રોજ સમસ્ત ખવાસ (રજપુત)જ્ઞાતિ તથા શ્રી ખવાસ (રજપુત) જ્ઞાતિ યુવક મંડળ દ્વારા સર્વે જ્ઞાતિજનો માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાશે.

ખવાસ (રજપુત) જ્ઞાતિના પ્રમુખ ભરતભાઈ રાઠોડના જણાવ્યાનુસાર, મોરબી-માળીયાના MLA કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાન જિનદાસ ગાંધીની વિશેષ ઉપસ્થિતમાં આ કેમ્પ યોજાશે.

 આયુષ્યમાન કાર્ડના કેમ્પ દેશળ દેવ હોલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, ઝુલતાપુલ પાસે યોજાશે જ્યાં સમય સવારે ૯-૦૦ થી સાંજે ૫-૦૦ સુધીમાં સમસ્ત ખવાસ (રજપુત)જ્ઞાતિના સર્વે જ્ઞાતિજનાના વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે.

  આ કેમ્પમાં ભાજપ મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રદિપભાઈ વાળા, માજી કાઉન્સીલર અનીલભાઈ મહેતા,મોરબીના કોમ્યુનીટી હેલ્થ ઓફીસર દર્શનાબેન પરમાર, રાજકોટના ખવાસ જ્ઞાતિ અગ્રણી ભલાભાઈ ચૌહાણ, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિજયભાઈ કે. ચાવડા અને ધર્મેન્દ્રભાઈ એસ. જાદવ, મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસના હેડ કોન્સટેબલ રાજુભાઈ પઢીયાર અને વોર્ડ નં. ૫તથા વોર્ડ નં.૩ના નગરપાલિકા સદસ્યો સહિતના મહાનુભાવો હજરી આપશે.તેમ ખવાસ (રજપુત) જ્ઞાતિના પ્રમુખ ભરતભાઈ રાઠોડની યાદીમાં જણાવામાં આવ્યું છે.

 

(10:49 pm IST)