Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાત્રે અમરેલી જિલ્લામાં 3.2ની તીવ્રતાના ભૂકંપનાં આંચકાથી લોકોમાં ફફડાટ

મીતીયાળાની ધરા સાથે અનેક ગામડામાં ભૂકંપનો જોરદાર આંચકો: સાવરકુંડલા,ખાંભા સહિતનાં 10 ઉપરાંત ગામડાઓની ધરા ધ્રુજી ઉઠી

અમરેલી જિલ્લામાં ભૂકંપનાં આંચકાથી લોકોમાં ફફડાટ  ફેલાયો છે જિલ્લાના  મીતીયાળાની ધરા સાથે અનેક ગામડામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે,

 અમરેલી જિલ્લાના સાવરકુંડલા,ખાંભા સહિતનાં 10 ઉપરાંત ગામડા ઓની ધરા ધ્રુજી ઉઠી છે, રાત્રિનાં 9.10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
 સાવરકુંડલા,બાઢડા,સૂરજ વડી,મિતિયાળા,સાકરપરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, તેમજ   ખાંભા ગીર પંથક સહિતનાં ખાંભા ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યો ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો
 મીતીયાળા બાદ અનેક ગામડાઓમાં ભૂકંપનાં આંચકાને કારણે ફફડાટ ફેલાયો છે   3.2ની તીવ્રતાના ભૂકંપનાં આંચકાની કલેકટર ગૌરાંગ મકવાણાએ પુષ્ટિ આપી છે

 

 

(10:59 pm IST)