Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ભાવનગરના ટ્રક ચાલકનું ટ્રકમાંથી પડીજતા ગંભીર ઈજા પહોંચતા કરૂણ મોત

ભાવનગરના ટ્રક ચાલકનું ટ્રકમાંથી પડી જતા ગંભીર ઈજા પહોંચતા કરૂણ મોત નીપજયું છે
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ભીલવાડા ચોકમાં રહેતા હસનભાઈ અબ્દુલભાઈ મોગલ (ઉં.વ.55)  સિહોરના નેસડાથી ટ્રક લઈ ભાવનગર તરફ આવતા હતા ત્યારે ઘાંઘરી નજીક ટ્રકમાંથી અચાનક પડી જતા  ગંભીર ઈજા થતાં સિહોર હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

(6:49 pm IST)