Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબીમાં માતાની ૪૩મી પુણ્યતિથિ નિમિત્તે તબીબ પુત્રએ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું.

  ફોટો 43
મોરબીમાં સ્વર્ગસ્થ ચંપાબેન ઉમેદચંદ સંઘવીની ૪૩મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર ડો.એન. યુ.સંઘવી દ્વારા ગત તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શતાયુ નિશુલ્ક નિદાન કેમ્પ પાર કરી ચૂકેલા ડો. હસ્તી આઇ. મહેતા (બી.એસ.એ.એમ. ,એમ .સી.એસ.)ના ૧૦૪માં નિદાન કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ ચંપાબેનની ૪૩મી પુણ્યતિથિ નિમિત્તે થયું હતું. જ્યાં ગત તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩-૩૦ થી ૬-૦૦ કલાક દરમિયાન લલીતભાઇ પરમાર, મેલડી માતાજીનું મંદિર, સબ જેલ પાસે, વણકર વાસ ખાતે ૧૦૦ જેટલા દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી. તથા ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવ્યું હતું.
 આ કેમ્પને સફળ કરવામાં લલિતભાઈ પરમાર અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. તથા કેમ્પમાં ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિન દેસાઈ, કોઠારી ભાઈ, હર્ષા દફતરી અને રુદ્ર દફતરીએ સેવા આપી હતી.

 

(6:32 pm IST)